
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં અસલમ ખીલજી કે જે કોર્પોરેટર હોય અને તાજેતરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ હોય તેઓ જેએમસીમાંથી નીકળી ભીડ ભંજન મંદિર બાજુમાં પોતાના મોટર સાઈકલ પરથી નીકળતા એક ફોર વ્હીલર કાર આવી તેઓની મોટર સાઈકલની પાછળથી ઢોકર મારી પછાડી દીધેલ અને મોટર કારમાંથી જુનેદ ઉર્ફે પાવડરીયો કે જેના હાથમાં તલવાર હતી તથા ઈસ્તીયાક જેના હાથમાં લોખંડનો પાઈપ હતો તથા સમીર ઉર્ફે ચોટલી જેના હાથમાં લાકડાનો ધોકો હતો તે બધાએ આવીને અસલમ ખીલજીને કહેલ કે અમોને કોર્પોરેટર અલ્તાફ ખફીએ મોકલેલ છે તુ અલ્તાફ ખફી સામે કેમ થાય છે તને પતાવી દેવો છે તેમ કહી આવેલ બધા આરોપીઓએ અસલમ ખીલજીને આડેધડ મારવા લાગેલ.
તે દરમ્યાન રાહદારી માણસોમાંથી કોઈકએ ૧૦૮ ને ફોન કરીને બોલાવેલ જેથી અસલમ ખીલજીને સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપેલ ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સાર્દા હોસ્પીટલમાં લઈ ગયેલ તે વખતે તેના ભત્રીજા શાહનવાઝ મોહમદ ખીલજીને જાણ થતા તેઓ હોસ્પીટલમાં પહોચેલ અને તેઓએ સીટી બી પો. સ્ટે. ખાતે આરોપીઓ નં. ૧ જુનેદ ઉર્ફે પાઉડરીયાો રજાક ચૌહાણ, ૨. સલીમ વલીભાઈ ખીલજી, ૩. ઈસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, ૪. હબીબ ખફી, ૫. સમીર ઉર્ફે ચોર સકીલભાઈ ચૌહાણ, ૬. અલ્તાફભાઈ ખફી વિરૂધ્ધ બીએનએસની કલમ તથા જીપી એકટની કલમ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અમુક આરોપીઓને પકડી જેલ હવાલે કરેલ. ત્યારબાદ પોલીસ દ્વારા અલ્તાફ ગફારભાઈ ખફીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. અને તેઓ દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં પોતાના વકીલ મારફત જામીન અરજી દાખલ કરી એવી રજુઆત કરેલ. તેની સામે સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈ દલીલ કરેલ હતી,તે તમામ દલીલો ધ્યાને લઈ સેશન્સ કોર્ટે આરોપી અલ્તાફ ગફારભાઈ ખફીની જામીન અરજી ફગાવેલ છે.
આ કેસમાં સરકાર તરફે વકીલ રાજેશ કે. વસીયર તથા મુળ ફરીયાદી તરફે એચ. એમ. ભટ્ટ ઉપસ્થિત રહયાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt