જુનાગઢ કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ
જુનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે કોઈપણ નાગરિક, સંસ્થા જો રોડ સેફટીની ગાઈડલાઈનને અનુસરતા નથી તો તેમની સામ
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઇ


જુનાગઢ, 18 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે કોઈપણ નાગરિક, સંસ્થા જો રોડ સેફટીની ગાઈડલાઈનને અનુસરતા નથી તો તેમની સામે માત્ર સરકારી નોટિસ કે ચલણ પાઠવવામાં જ નહીં આવે પરંતુ અતિ ભારે દંડ કરવામાં આવશે. આ સાથોસાથ ગેરકાયદેસર કબજો કરેલ દબાણો, અનઓથોરાઈઝડ બિલ્ડિંગસ, હોટેલ્સ, આગામી મહિના સુધીમાં સીલ પણ કરવામાં આવશે અને તોડી પણ પાડવામાં આવશે.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખેડૂતો માટે એક સ્પેશિયલ રેડિયમ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે, જેમાં ૧૦,૦૦૦ જેટલા ટ્રેક્ટર્સની પાછળ રેડિયમ પ્લેટ લગાવવામાં આવે.

આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતાં બે નેશનલ હાઈવે એનએચ ૫૧ અને એનએચ ૧૫૧ ઉપર દરેક ૫૦૦ મીટર ઉપર ૧૦૩૩ આ હેલ્પલાઈન નંબર લખેલા મોટા અક્ષરોમાં અને રેડિયમ કલરના નાઈટ વિઝન સાથેના સાઇન બોર્ડસ લગાવવા ની સૂચના આપવામાં આવી હતી. આ બોર્ડ હિન્દી ગુજરાતી અને અંગ્રેજી આમ ત્રણેય ભાષામાં રાખવામાં આવે, તેથી હાઈવે ઉપર ઇમરજન્સી કેસ હોય, કોઈપણ ફરિયાદ હોય કે અકસ્માત સર્જાયો હોય તો ત્યાં તંત્ર ઝડપથી પહોંચી શકે.

જિલ્લા કલેકટરએ મિટિંગમાં ઉમેર્યું હતું કે, રોંગ સાઇડમાં પકડાતાં વાહનચાલકો સામે તંત્ર કોઈ જ નરમાશ દાખવશે નહીં. તેઓની સામે અતિ કડક પગલાં લેવામાં આવશે. જેટલા પણ માર્ગોને લગતા સાઇન બોર્ડસ હોય એ આગામી એક મહિનાની અંદર રિપેરિંગ ઓફ ઓલ્ડ બોર્ડસ અને બ્રાન્ડ ન્યુ સાઇન બોર્ડસ મુકાવવાની સૂચના આપી હતી. જિલ્લામાં અત્યારે હાઈવે ઉપર છૂટાછવાયા સ્થળોએ ૬૦૦ જેટલા સાઇન બોર્ડસ લગાવેલા છે. આ તમામ બોર્ડને ત્રણ ભાષામાં ફેરવવાની સૂચના આપી હતી. તેમજ નેશનલ હાઈવે ઉપર રખડતાં પશુઓ અને રાની પશુઓને રોકવા માટે મોટા બેરીયર અને વાહનચાલકોને સાવચેત કરવા માટેના સૂચનાના બોર્ડસ મુકાવવાની પણ સૂચના આપી હતી.

કલેક્ટરએ એ જણાવ્યું કે, હાઈવે ઉપર બધી જગ્યાએ ૫૦૦ મીટરના ગાળામાં એવી રીતે બોર્ડસ મૂકવા જોઈએ કે વાહનચાલકોને દૂરથી જ ખબર પડે કે આ રસ્તો કઈ તરફ જાય છે, તેથી તાલુકાના મુખ્ય મથકો અને આજુબાજુના જિલ્લાને જોડતા રસ્તાના અપડેટેડ રેડિયમ સાઇન બોર્ડસ મુકવામાં આવશે. જો હાઈવે ઉપર દબાણ હટાવતી વખતે કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. તેમજ સમગ્ર જિલ્લામાં સરકારી નોટિસનો જે નાગરિકો તરફથી જવાબ આવ્યો નથી તેમના જાહેર માર્ગો ઉપર પડી રહેલા જૂના બિનવારસુ વાહનોને આગામી મહિના સુધીમાં કબજો મેળવી લેવામાં આવશે.

સમગ્ર જિલ્લામાં આવેલા યાત્રિકો, પ્રવાસીઓ માટેના વિશ્રામ ગૃહો, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, નાસ્તા ગૃહો વગેરે ખાણીપીણી અને આરામના સ્થળોએ નિયમઅનુસાર જો સીસીટીવી કેમેરા રેકોર્ડીંગ નહીં થતું હોય, સીસીટીવીના રેકોર્ડીંગ સામે ચેડાં કરવામાં આવ્યા હોય કે તેને ડિલીટ કરવામાં આવ્યું હોય, સીસીટીવી જો ફ્રન્ટ ડોર અને રોડ ફેસિંગ નહીં હોય તો આવી તમામ જગ્યાઓને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવશે અને દંડ કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી રાહવીર યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિવિધ માર્ગ અકસ્માતો કે ઇમરજન્સી કેસ તળે ૨૩૩ લોકોને રાહત અને ફંડ પહોંચાડવામાં આવી છે. તેમજ ગુડ સમરીટન ઓનરશીપ સ્કીમ અન્વયે ૨ લોકોની અરજી મંજૂર કરવામાં આવી છે.

આગામી ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ મેળવવા માટે રોડ સેફટી માટે વિશેષ કામગીરી કરેલ લોકોએ પોતાની અરજી કરવા પણ અપીલ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande