કચ્છ–મુંબઈ રેલ મુસાફરો માટે મોટું અપડેટ: ટ્રેક આધુનિકીકરણને કારણે અનેક ટ્રેનો રદ્દ, જાણો ટ્રેન નંબર અને તારીખ મુજબ સંપૂર્ણ વિગતો
કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છ અને મુંબઈ વચ્ચે નિયમિત અવરજવર કરતા હજારો મુસાફરો માટે વેસ્ટર્ન રેલ્વેએ મહત્વની સૂચના જાહેર કરી છે. સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ (ચાર લાઇન) અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમનું કામ શરૂ થવાને કારણે કેટ
ભુજ રેલવે સ્ટેશન


ભુજ રેલવે સ્ટેશન


ભુજ રેલવે સ્ટેશન


કચ્છ, 18 જુલાઈ (હિ.સ.) : કચ્છ અને મુંબઈ વચ્ચે નિયમિત અવરજવર કરતા હજારો મુસાફરો માટે વેસ્ટર્ન રેલ્વેએ મહત્વની સૂચના જાહેર કરી છે. સામખિયાલી–વોંધ–ભચાઉ રેલખંડ પર ક્વાડ્રુપ્લીંગ (ચાર લાઇન) અને આધુનિક ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમનું કામ શરૂ થવાને કારણે કેટલાક દિવસો માટે અનેક મહત્વપૂર્ણ ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. રેલવેના જણાવ્યા અનુસાર આ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેનોનું સંચાલન વધુ ઝડપી, સુરક્ષિત અને સમયબદ્ધ બનશે, પરંતુ હાલના તબક્કામાં કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકા રૂટ સુધી જ દોડાવવામાં આવશે.

જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 09415 ગાંધીધામ–ભુજ એક્સપ્રેસ અને 09416 ભુજ–ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 23 જુલાઈ અને 30 જુલાઈ 2026ના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે. તે ઉપરાંત 12965 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ તારીખ 28 જુલાઈ અને 4 ઓગસ્ટ 2026, 12966 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 24 જુલાઈ અને 31 જુલાઈ 2026, 12959 બાંદ્રા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ તારીખ 25 જુલાઈ અને 1 ઓગસ્ટ 2026 તેમજ 12960 ભુજ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ તારીખ 27 જુલાઈ અને 3 ઓગસ્ટ 2026ના રોજ સંપૂર્ણપણે રદ્દ રહેશે. આ તમામ તારીખોએ સંબંધિત ટ્રેનોનું સંચાલન નહીં થાય, તેથી મુસાફરોએ વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવી પડશે.

આ ઉપરાંત 22903 મુંબઈ–અમદાવાદ–ભુજ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 31 જુલાઈ અને 2 ઓગસ્ટ 2026ના રોજ માત્ર મુંબઈથી અમદાવાદ સુધી જ દોડશે અને ભુજ સુધી નહીં પહોંચે. જ્યારે 22904 ભુજ–અમદાવાદ–મુંબઈ એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ તારીખ 1 ઓગસ્ટ અને 3 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદથી મુંબઈ સુધી જ ચલાવવામાં આવશે, એટલે કે ભુજથી અમદાવાદ વચ્ચેનો તેનો પ્રવાસ રદ્દ રહેશે.

વેસ્ટર્ન રેલ્વેએ અસરગ્રસ્ત મુસાફરોને તેમની આરક્ષિત ટિકિટ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા માહિતી મોકલવાની વ્યવસ્થા કરી છે. મુસાફરોને મુસાફરી પહેલાં પોતાના ટ્રેન નંબર, તારીખ અને ટ્રેનની સ્થિતિ રેલ્વેની સત્તાવાર વેબસાઇટ અથવા NTES એપ પર ચકાસવાની સલાહ આપવામાં આવી છે. રેલવેના જણાવ્યા મુજબ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનું કાર્ય પૂર્ણ થયા બાદ કચ્છ–મુંબઈ રૂટ પર ટ્રેનોની ઝડપ, ક્ષમતા અને સમયપાલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, જેના કારણે ભવિષ્યમાં મુસાફરોને વધુ સુવિધાજનક અને સલામત રેલ સેવા ઉપલબ્ધ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande