
રાજપીપલા,18 જુલાઇ (હિ.સ.) નર્મદા જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરૂડેશ્વર ખાતે 17 જુલાઇના રોજ ઉદીશા અંતર્ગત ‘પોઝિટિવ એટીડ્યુડ’ પર વ્યાખ્યાન આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ, નવસારીના અર્થશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડો.રાકેશકુમાર મોહન ગાવિત હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. પદ્મા આર. તડવી દ્વારા ઉપસ્થિત મહેમાન નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક કિરણ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ કાર્યક્રમના આયોજનમાં અને સફળતામાં સહભાગી બન્યો હતો.
કાર્યક્રમમાં કોલેજના અંદાજિત 71 વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમની સમક્ષ કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. રાકેશકુમાર ગાવિત પોઝિટિવ એટીટ્યુડ વિષય પર પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને નેગેટીવ વિચારો છોડી, પોઝીટીવ વિચારોને પોતાના વિચારો અને વર્તનમાં કેવી રીતે વર્ણવા તે બાબતો ઉદાહરણો સાથે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો એકંદરે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે દિશા સૂચક રહ્યો હતો. કાર્યક્રમના અંતે અત્રેની કોલેજના પોઝિટિવ એટીટ્યુડના કન્વીનર અધ્યાપક કૌશિક વી. તડવીએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ