વેસુની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આઠમા માળે આગ લાગતા ભારે નાસભાગ
સુરત, 18 જુલાઈ (હિ.સ.) શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગના 8 માં માળના ફ્લેટની અંદર આજે વહેલી સવારે આગ લાગી ગઈ હતી.જોત જોતામાં આગને કારણે ફ્લેટની અંદર વધુ પ્રમાણમાં ઘુમાડો ફેલાય ગયો હતો જયારે વૃદ્ધા સહીત પરિવારના ત્રણ સભ્યો અ
Fire


સુરત, 18 જુલાઈ (હિ.સ.) શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગના 8 માં માળના ફ્લેટની અંદર આજે વહેલી સવારે આગ લાગી ગઈ હતી.જોત જોતામાં આગને કારણે ફ્લેટની અંદર વધુ પ્રમાણમાં ઘુમાડો ફેલાય ગયો હતો જયારે વૃદ્ધા સહીત પરિવારના ત્રણ સભ્યો અંદર જ ફસાય ગયા હતા.ઘટનાને પગલે અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાય ગયો હતો.ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં કરવાની કામગીરી હાથ ધરી હતી સાથે જ અંદર ફસાયેલા ત્રણ સભ્યોને બાહર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલી ગેલ કોલોની સામેં સનરાઈઝ રેસીડેન્સી આવેલી છે.જ્યા સી ટાવરના આઠમા માળ ઉપર આવેલા ફ્લેટ નંબર 801 માં અગ્રવાલ પરિવાર રહે છે.દરમ્યાન આજે વહેલી સવારે ફ્લેટની અંદર આગ લાગવાની ઘટના બની હતી.આ ઘટનાને પગલે પરિવારના ત્રણ સભ્યો અંદર જ ફસાય ગયા હતા જ્યારે અન્ય રહીશોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી સાથે જે અંદર ફસાયેલા ત્રણ સભ્યોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતું.વધુમાં સબ ફાયર ઓફિસર કિશોર પટેલે જણાવ્યું હતું કે ફ્લેટની અંદર બે ત્રણ સભ્યો જે હતા તેઓ સમયસર બાહર નીકળી ગયા હતા જ્યારે એક વૃદ્ધા શાંતાબેન મહેશ્વરી, અનિરુદ્ધ મહેશ્વરી અને આરતી મહેશ્વરી નાઓ અંદર જ ફસાય ગયા હતા જેમને રેસ્ક્યુ કરીને બાહર કાઢવમાં આવ્યા હતા.

જોકે ધુમાડાના કારણે વૃદ્ધા શાંતબેન બેભાન થઇ ગયા હતા જેમને 108 એમ્બ્યુલેન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસ મુજબ ફ્લેટના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી. આગમાં ટીવી, ટીવીનો શોકેસ, ફર્નિચર, પંખા અને ઇલેક્ટ્રિકલ વાયરિંગ બળી ગયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande