ખેરાલુમાં 21 જુલાઈએ રોજગાર ભરતીમેળો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક
મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ખેરાલુ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. 21 જુલાઈ 2026, મંગળવારના રોજ
ખેરાલુમાં 21 જુલાઈએ રોજગાર ભરતીમેળો, ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવાની તક


મહેસાણા, 18 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ યુવક-યુવતીઓ માટે ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક ઉપલબ્ધ કરાવવા રોજગાર કચેરી મહેસાણા દ્વારા ખેરાલુ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. 21 જુલાઈ 2026, મંગળવારના રોજ સવારે 11:00 વાગ્યે ઘી કે એન એસ બી એલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પ્રો. કેશુભાઈ દેસાઈ વિદ્યાસંકુલ, સિદ્ધપુર ચાર રસ્તા નજીક, અંબાજી હાઈવે, ખેરાલુ ખાતે યોજાશે.

ભરતીમેળામાં ધોરણ 10, ધોરણ 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારો માટે વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની વિવિધ કંપનીઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લઈને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

રોજગાર અધિકારીએ રસ ધરાવતા ઉમેદવારોને સમયસર જરૂરી દસ્તાવેજો અને બાયોડેટાની પૂરતી નકલો સાથે ભરતીમેળામાં હાજર રહેવા અપીલ કરી છે. ભરતીમેળા દ્વારા જિલ્લાના યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ રોજગારવાંચ્છુ ઉમેદવારો આ તકનો લાભ લઈ પોતાની લાયકાત અનુસાર ખાનગી ક્ષેત્રમાં રોજગારી મેળવી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande