હોટલમાં મળવાના બહાને બોલાવી સગીરા પર પાશવી બળાત્કાર
સુરત, 18 જુલાઈ (હિ.સ.) ઉત્રાણ વિસ્તારમાં રહેતી સગીરાને મળવાના બહાને મોટા વરાછામાં આવેલ હોટલમાં બોલાવી નરાધમ યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના અંગે પીડિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી
Surat


સુરત, 18 જુલાઈ (હિ.સ.) ઉત્રાણ વિસ્તારમાં રહેતી સગીરાને મળવાના બહાને મોટા વરાછામાં આવેલ હોટલમાં બોલાવી નરાધમ યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના અંગે પીડિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અશ્વિનીકુમાર ખાતે ઇન્દિરાનગરમાં રહેતો અક્ષય મહેશભાઈ મેરે 15 વર્ષીય સગીરા સાથે મિત્રતા કરી હતી ત્યારબાદ સગીરાને ગત 16મી જુલાઈ, 2026ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાના આરસામાં મોટા વરાછા સ્થિત એ.બી.સી.-2 મોલમાં આવેલી રોયલ રૂમ્સ હોટલમાં મળવા માટે બોલાવી હતી. અને મળવા નહી આવે તો તેના માતા-પિતાને તેમની મિત્રતા અંગે જાણ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ હોટલમાં લઈ જઈ સગીરાની ઇચ્છા વિરુદ્ધ તેના બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા.

ઘટનાની જાણ થતાં પરિવારજનોઍ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા ઉત્રાણ પોલીસે અક્ષય મહેશભાઈ મેર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande