
વડોદરા , 18 જુલાઈ (હિ.સ.) વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથક હદ વિસ્તારમાં ખુલ્લા ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રમણ રયજીભાઈ રાઠોડીયાનો મૃતદેહ ખુલ્લા ખેતરમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 103(1) તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ અજાણ્યા શખ્સે ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી રમણભાઈનું મોત નિપજાવ્યું હતું.
પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.હાલ સાવલી પોલીસ આરોપીની ઓળખ અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ