ધોળામાં સંત શ્રી ધનાબાપાની 181 મી પુણ્યતિથિ આસ્થા અને ઉમંગ સાથે ઉજવાઈ, રક્તદાન શિબિરનું પણ આયોજન
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળા ખાતે સંત શ્રી ધનાબાપાની 181 મી પુણ્યતિથિ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગભેર ઉજવવામાં આવી હતી. અષાઢ સુદ પાંચમના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, અગ્રણીઓ, દાતાઓ
ઉજવણી


ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ગોહિલવાડના ઐતિહાસિક સ્થાન ધોળા ખાતે સંત શ્રી ધનાબાપાની 181 મી પુણ્યતિથિ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગભેર ઉજવવામાં આવી હતી. અષાઢ સુદ પાંચમના પાવન અવસરે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, અગ્રણીઓ, દાતાઓ અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મહંત બાબુરામભગતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

પુણ્યતિથિ નિમિત્તે પુનિત ઘામેલિયાના સંકલનથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી પૂજન-અર્ચન, ધ્વજારોહણ, મહાપ્રસાદ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાનો સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દેવરાજ પટેલના નિવાસસ્થાનેથી ધ્વજારોહણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સાથે થઈ હતી. ભજન-કીર્તન અને જયઘોષ વચ્ચે શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ધર્મમય વાતાવરણ સર્જાયું હતું.

આ પ્રસંગે બટુક ભોજનના દાતા તરીકે પ્રવિણ ખૂંટે સેવા આપી હતી, જ્યારે સ્વર્ગસ્થ ભવાન લાલજીભાઈ માવાણી પરિવાર દ્વારા ગામમાં ધુમાડો બંધ રાખી ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો.

શ્રી ધનાબાપા સેવા સંસ્થાનના પ્રમુખ ડાયાભાઈ કાકડિયા, સંસ્થાના કાર્યકર્તાઓ અને ગામના સેવક પરિવારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. ધોળા ઉપરાંત આસપાસના ગામો અને સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી સંત ધનાબાપાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સેવા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય બની રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande