ગારીયાધાર તાલુકાના ડમરાળામાં બાલિકા પંચાયતની દીકરીઓએ વૃક્ષારોપણથી હરિયાળા ભાવિનો સંકલ્પ કર્યો
ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત ''સંકલ્પ – હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન'' યોજનાના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાય
સંકલ્પ કરવાંમાં આવ્યો


ભાવનગર, 18 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ડમરાળા ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત 'સંકલ્પ – હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન' યોજનાના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતની કિશોરીઓ માટે પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ આરોગ્ય, શિક્ષણ અને પોષણ અંગે સમજ વધારવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વૃક્ષોનું મહત્વ સમજાવતા કિશોરીઓએ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જાળવણી કરવાની અપીલ પણ કરી હતી.

આ ઉપરાંત આરોગ્ય, પોષણ, શિક્ષણ, સ્વચ્છતા અને કિશોરીઓના અધિકારો જેવા મહત્વના વિષયો પર માર્ગદર્શન અને સંવાદ યોજાયો હતો. નિષ્ણાતોએ કિશોરીઓને આત્મવિશ્વાસ વધારવા, ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચામાં ભાગ લીધો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગની આ પહેલ કિશોરીઓમાં સામાજિક જવાબદારી, નેતૃત્વ ક્ષમતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો, હેલ્પર બહેનો તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીની સંકલ્પ ટીમ ઉપસ્થિત રહી હતી. અંતે સૌએ હરિયાળા, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande