

પોરબંદર, 18 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના આસીસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ કારેણા અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા જિલ્લા અંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા રાણાવાવ તાલુકાના ખેડૂતો ભાઈઓ અને બહેનોને મનિષભાઈ દેવશીભાઇ ઓડેદરાના BRC સેન્ટર ની મુલાકાત કરવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, અચ્છાદન અને મિશ્ર પાક તથા પ્રાકૃતિક અસ્ત્રો જેવાકે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દસપર્ણ અર્કનો ઉપયોગ અને ખરીફ પાક અને પિયત અને બિન પિયત પાક તથા બાગાયતી પાકમાં સફળતાપૂર્વક પ્રકૃતિક કૃષિ કરી શકાય તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આપવામાં આવ્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya