અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપશે
ગાંધીનગર,18 જુલાઇ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરી દુર્ઘટનાના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના આત્મા
A massive explosion and fire broke out at a firecracker factory


ગાંધીનગર,18 જુલાઇ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરી દુર્ઘટનાના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટના અત્યંત દુઃખદ છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના આત્માને શાંતિ આપે.

રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઘાયલોને 50,000 ની સહાય આપવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે.મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના પણ તેમણે વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને જરૂરી તમામ સહાય અને સારવાર પૂરી પાડી રહ્યું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે ભગવાનને તેમણે પ્રાર્થના કરી છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે.આ દુર્ઘટનામાં 3 બાળકો સહિત 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને શ્રમિકોની બોડીના ચીથરા ઉડ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી 8ને એલ.જી.હોસ્પિટલમાં અને 6ને અસારવા સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande