
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના સરમત પાટીયા નજીક આવેલી આર્ય ભગવતી સોસાયટીમાં રહેતા મૂળ બિહારના એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના સરમત પાટીયા પાસે આવેલી આર્ય ભગવતી સોસાયટીના રૂમ નં. 24માં રહેતા જિલ્લા બાંકા, બિહારના વતની હિતેશકુમાર ભગવાનસિંધ રાજપુત છેલ્લા કેટલાક સમયથી જામનગર જિલ્લામાં રહેતા હતો અને મજૂરી કરીને જીવનનિર્વાહ કરતો હતો. શુક્રવારે સવારે આશરે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે તેણે પોતાના રહેઠાણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
બનાવ અંગે મૃતકના ભાઈ અમનકુમાર ભગવાનસિંધ રાજપુતે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, મૃતક પોતાના વતનથી દૂર રહી જામનગરમાં મજૂરી કામ કરતો હતો. જોકે તેને અહીં કામમાં મન લાગતું ન હોવાથી અને જીવનથી કંટાળી જઈ તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt