બાળકો માટે જોખમી ચાંદીપુરા વાયરસના જામનગર શહેરમાં 2 અને દ્વારકામાં 1 સહિત હાલારમાં ત્રણ શંકાસ્પદ કેસ
જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : હાલારમાં બાળકો માટે અત્યંત જોખમી ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસથી વાલીઓમાં ભારે ચિંતા તો આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઇ છે. શહેરના રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારના બે બાળકો તથા દ્વારકામાં વંદે માતરમ સોસાયટીમાં રહેતા એક છ વર્
જી.જી.હોસ્પિટલ


જામનગર, 18 જુલાઈ (હિ.સ.) : હાલારમાં બાળકો માટે અત્યંત જોખમી ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસથી વાલીઓમાં ભારે ચિંતા તો આરોગ્ય તંત્ર દોડધામ મચી ગઇ છે. શહેરના રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારના બે બાળકો તથા દ્વારકામાં વંદે માતરમ સોસાયટીમાં રહેતા એક છ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. બંને બાળકોના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હોય રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. શહેરના બંને વિસ્તારોમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજયમાં બાળકો માટે અત્યંત જોખમી ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઇ છે અને અત્યાર સુધીમાં પાંચ બાળકોના મૃત્યુ નિપજયાનું નોંધાયું છે. ત્યારે જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. કારણ કે, શહેરના જુદા-જુદા વિસ્તારમાં રહેતા બે બાળકોને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે. મળતી વિગત અનુસાર શહેરના વોર્ડ નં.૬ માં ઢીંચડા રોડ પર રવિપાર્ક વિસ્તારમાં રહેતા ૨ વર્ષના બાળકને ભારે તાવ અને આંચકી આવતા બે દીવસ પહેલા રાત્રીના જી.જી.હોસ્૫િટલમાં સારવાર અર્થે આવ્યો હતો.

જયારે વોર્ડ નં.૬ અને ૭ ની છેવાડે આવેલા ગણપતનગર વિસ્તારમાં રહેતા એક ૧૧ મહીનાના બાળકોને પણ અતિશય તાવ આવતા જી.જી.હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જયારે દ્વારકામાં રહેતા એક છ વર્ષના બાળકને પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તબીબોએ ત્રણેયના લોહીના સીરમ અને મગજમાંથી સીએસએફના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આથી બંને બાળકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. હાલમાં બંને બાળકો જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બીજી બાજુ શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસના પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત રવિપાર્ક અને ગણપતનગર વિસ્તારમાં ૫૦-૫૦ ઘરનો સર્વે તથા દવા છંટકાવ સહીતની આરોગ્યલક્ષી કામગીરી યુઘ્ધના ધોરણે કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande