પશુપાલન મંત્રીએ ધરમપુર સ્થિત ગીર કાઉસેન્ચ્યુરીની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાની મુલાકાત દરમિયાન બાલા હનુમાન ગૌશાળા, બાહરીયા ગૌશાળા તેમજ ધરમપુ
પશુપાલન મંત્રીએ ધરમપુર સ્થિત ગીર કાઉસેન્ચ્યુરીની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી.


પશુપાલન મંત્રીએ ધરમપુર સ્થિત ગીર કાઉસેન્ચ્યુરીની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી.


પશુપાલન મંત્રીએ ધરમપુર સ્થિત ગીર કાઉસેન્ચ્યુરીની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી.


પશુપાલન મંત્રીએ ધરમપુર સ્થિત ગીર કાઉસેન્ચ્યુરીની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી.


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાની મુલાકાત દરમિયાન બાલા હનુમાન ગૌશાળા, બાહરીયા ગૌશાળા તેમજ ધરમપુર સ્થિત ગીર કાઉ સેન્ચ્યુરીની મુલાકાત લઈને ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને વૈજ્ઞાનિક ઉછેર માટે થઈ રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીઓ એ કેતનભાઈ ગજ્જરની બાલા હનુમાન ગૌશાળા તથા કિશોરભાઈ ઓડેદરાની બાહરીયા ગૌશાળાની મુલાકાત દરમિયાન ગૌશાળાની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગીર ગાયના સંવર્ધન, ગુણવત્તાયુક્ત ઉછેર, પશુઓના આરોગ્ય, પોષણ અને યોગ્ય સંભાળ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાઓ દ્વારા ગૌસંવર્ધન ક્ષેત્ કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરતાં તેમણે ગીર ગાયની શુદ્ધ ઓલાદના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત અને વૈજ્ઞાનિક અભિગમ સાથે કરવામાં આવતી કામગિરીને બિરદાવી હતી.

ત્યારબાદ મંત્રીઓએ ધરમપુર ખાતે આવેલી ગીર કાઉ સેન્ચ્યુરીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ગીર ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અને તેમની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને ગીર ગાયની વંશવૃદ્ધિ, આરોગ્ય સંભાળ, સંવર્ધન તેમજ આધુનિક પશુપાલન પદ્ધતિઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે અસરકારક આયોજન સાથે કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગીર કાઉ સેન્ચ્યુરીના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડૉ. કે. બી. વાળાએ પ્રેઝન્ટેશન દ્વારા ગીર કાઉ સેન્ચ્યુરીની કામગીરી, સંશોધન પ્રવૃત્તિઓ, ગીર ગાયના સંવર્ધન માટે હાથ ધરાયેલા પ્રયાસો તથા ભવિષ્યની કાર્યયોજનાની વિસ્તૃત માહિતી મંત્રીઓ સમક્ષ રજૂ કરી હતી.

આ મુલાકાત દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, પોરબંદરના મેયર સાગર મોદી, પશુપાલન નિયામક ગાંધીનગર ફાલ્ગુનીબેન ઠાકર, પશુપાલન વિભાગના રાજકોટના સંયુક્ત નિયામક ભરતસિંહ ગોહિલ, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. એ. ત્રિવેદી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande