ડભોઈના સેગુવાડા ગામમાં મકાન બાંધકામમાં પાણી છાંટવા બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ: 4 લોકોને ઇજા, પંથકમાં અરેરાટી
વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં આજે એક સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી જતાં ભારે તંગદિલી સર્જાઈ હતી. મકાન બાંધકામ સમયે પાણી છાંટવા જેવી નજીવી બાબતે થયેલી પડોશીઓ વચ્ચેની તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ ક
બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં આજે એક સામાન્ય બાબતે બે જૂથો સામસામે આવી જતાં ભારે તંગદિલી સર્જાઈ હતી. મકાન બાંધકામ સમયે પાણી છાંટવા જેવી નજીવી બાબતે થયેલી પડોશીઓ વચ્ચેની તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિવાદ એટલો વકર્યો હતો કે બંને પક્ષના લોકો લાકડીઓ અને અન્ય હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ સશસ્ત્ર જૂથ અથડામણની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. આ હિંસક ઝઘડામાં બંને પક્ષના થઈને કુલ ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.

મળતી માહિતી મુજબ, સેગુવાડા ગામમાં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બાંધકામની કામગીરી દરમિયાન પથ્થર કે દીવાલ પર પાણી છાંટવા જેવી સામાન્ય વાત પર પડોશીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, આ સામાન્ય વિવાદે મિનિટોમાં જ મોટું સ્વરૂપ લઈ લીધું હતું અને બંને જૂથોના માણસો આમને-સામને આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર ગાળાગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો ઉછળ્યા હતા.આ લોહિયાળ સંઘર્ષમાં પ્રથમ પક્ષ તરફથી એક મહિલા અશ્વિનાબેન સિંધી અને શોએબ સિંધી નામના યુવકને શરીરે વત્તી-ઓછી ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્ત શોએબ સિંધીએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ પોતાના ઘરમાં હતા ત્યારે પડોશીઓ અચાનક હથિયારો સાથે તેમના આંગણામાં ઘૂસી આવ્યા હતા અને જૂની અદાવત અથવા નજીવી બાબતને આગળ ધરીને તકરાર કરીને હુમલો કર્યો હતો.બીજી તરફ, આ જૂથ અથડામણમાં સામા પક્ષના લોકોને પણ ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. બીજા પક્ષમાંથી શબ્બીર સિંધી અને માજીદ સિંધી નામના બે વ્યક્તિઓ લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને પણ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે જ દાખલ કરવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલ પરિસરમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

ગામમાં ધોળા દિવસે થયેલી આ ધીંગાણાની ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગામમાં પહોંચીને ટોળાઓને વિખેર્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ સેગુવાડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને કાયદો તેમજ વ્યવસ્થાનો ભંગ કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. નજીવી બાબતમાં આખું ગામ ધ્રુજી ઊઠતાં સ્થાનિકોમાં હજુ પણ ફફડાટ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande