ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી: રૂ. 13.06 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
ભાવનગર, 19 જુલાઈ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોતી તળાવ ખાતે મોગલમાતાના મંદિર નજીક જાહેર રોડ પર વોચ ગોઠવી પોલીસે ભારતીય બનાવટના વ
પકડાયેલ દારૂ નો જથ્થો


ભાવનગર, 19 જુલાઈ (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોતી તળાવ ખાતે મોગલમાતાના મંદિર નજીક જાહેર રોડ પર વોચ ગોઠવી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા ટ્રક અને તેને પાયલોટિંગ કરતી કારને ઝડપી પાડી હતી.

પોલીસને મળેલી માહિતી મુજબ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલ કિશન માડણભાઈ મકવાણા સફેદ રંગની સ્વિફ્ટ કારમાં ટ્રકને પાયલોટિંગ કરી રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે ટ્રક અને કારને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી કંપની સીલપેક 2 લીટરની કુલ 102 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાં શિહોર તાલુકાના ખારી ગામના કિશન માડણભાઈ મકવાણા (ઉ. 28) અને ટાણા ગામના સુનીલ લાભુભાઈ મકવાણા (ઉ. 25)નો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ધરપકડ કરી તેમની સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે ઇમ્પિરિયલ બ્લ્યુ, રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ બ્રાન્ડની કુલ 102 બોટલ વિદેશી દારૂ ઉપરાંત ત્રણ મોબાઇલ ફોન, એક અશોક લેલેન્ડ ટ્રક અને એક મારુતિ સ્વિફ્ટ કાર સહિત કુલ રૂ. 13,06,545નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે મુખ્ય આરોપી કિશન માડણભાઈ મકવાણા સામે અગાઉ પણ શિહોર પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યના ધોલેરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande