જામનગરના સિક્કાની યુવતીનું પરિણીત રિક્ષાચાલક અપહરણ કરી ગયાની ફરિયાદ : કોર્ટમાં હાજર થવા સમન્સ
જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : જામનગર તાલુકાના સિક્કા ગામની યુવતીનું અપહરણ કર્યાના આક્ષેપ સાથે તેના પિતાએ પરિણીત રિક્ષાચાલક સામે અદાલતનો દરવાજો ખખડાવતાં કોર્ટે યુવતીને કબજેથી મુક્ત કરાવી અદાલત સમક્ષ રજૂ કરવા તથા પ્રતિવાદીને હાજર થવા માટે સમન્સ ઇસ્યૂ કર
જામનગર કોર્ટ


જામનગર, 19 જુલાઈ (હિ.સ.) : જામનગર તાલુકાના સિક્કા ગામની યુવતીનું અપહરણ કર્યાના આક્ષેપ સાથે તેના પિતાએ પરિણીત રિક્ષાચાલક સામે અદાલતનો દરવાજો ખખડાવતાં કોર્ટે યુવતીને કબજેથી મુક્ત કરાવી અદાલત સમક્ષ રજૂ કરવા તથા પ્રતિવાદીને હાજર થવા માટે સમન્સ ઇસ્યૂ કરવાનો હુકમ કર્યો છે.

કોર્ટમાં રજૂ કરાયેલી અરજી મુજબ, જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા આસામીની 20 વર્ષીય પુત્રીનુ સિક્કા ગામમાં રહેતો નદીમ મુસ્તફા પીરજાદા, જે પરિણીત છે અને તેને નવ માસનું એક સંતાન પણ હોવાનું જણાવાયું છે, તે તા. 14 જુલાઈ, 2026ના રોજ બપોરના સમયે લગ્નની લાલચ આપીને અપહરણ કરી લઈ ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે યુવતીના પિતા એ તા. 15 જુલાઈ, 2026ના રોજ જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ યુવતીનો પત્તો ન લાગતા તેમણે જામનગરની અદાલતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બી.એન.એસ.એસ.)ની કલમ 100 હેઠળ અરજી દાખલ કરી યુવતીને કબજેથી મુક્ત કરાવી અદાલત સમક્ષ રજૂ કરવાની માંગ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande