
ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) : સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા પ્રેરિત એલિમ્કો (ALIMCO) કંપનીના સહયોગથી સમગ્ર શિક્ષા ગીર સોમનાથ દ્વારા વેરાવળ તથા તાલાળા તાલુકાના વિવિધ કેટેગરીના દિવ્યાંગ બાળકો માટે કન્યાશાળા વેરાવળ ખાતે દિવ્યાંગ સાધન એસએસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વેરાવળ તાલુકાના ૯૪ તથા તાલાળા તાલુકાના ૨૭ આમ કુલ ૧૨૧ દિવ્યાંગ બાળકોએ તેમના વાલી સાથે હાજરી આપી એલિમ્કો તરફથી આવેલ ડોક્ટર્સ ની ટીમે HI, ID, VI, LMD, તથા MD બાળકોનું નિદાન કરી તેમને સાધન માટે પ્રમાણિત કર્યા.
આ કેમ્પમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચા, જિલ્લા આઈ.ઈ.ડી કોઓર્ડીનેટર બાબુભાઈ રાઠોડ બી.આર.સી જયેશભાઈ સોલંકી તથા કન્યાશાળાના આચાર્ય હરેશભાઈ એન. નાધાએ હાજરી આપી સમગ્ર કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું તથા વાલી અને દિવ્યાંગ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પની સફળ બનાવવા માટે IED તથા IEDSS ના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
આ કેમ્પમાં આવનાર તમામ દિવ્યાંગ બાળકો તથા તેમના વાલીઓને આવવા જવાનું ટિકિટ ભાડું તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ