સ્વ.ભરતભાઈ બારડની 18મી પુણ્યતિથિ નિમિત્તે સુત્રાપાડા ખાતે પુષ્પાંજલિ, પ્રાર્થના સભા, ગાયત્રી યજ્ઞ અને વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડના નાના ભાઈ સ્વ. ડૉ. ભરતભાઈ બારડની
સ્વ. ડૉ. ભરતભાઈ બારડની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે સુત્રાપાડા ખાતે


ગીર સોમનાથ, 19 જુલાઈ (હિ.સ.) : ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જામનગર જિલ્લા પ્રભારી દિલીપભાઈ બારડના નાના ભાઈ સ્વ. ડૉ. ભરતભાઈ બારડની ૧૮મી પુણ્યતિથિ નિમિત્તે રવિવારે સુત્રાપાડા સ્થિત ડૉ. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે પુષ્પાંજલિ, પ્રાર્થના સભા અને વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમના નિવાસસ્થાને ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વ. ડૉ. ભરતભાઈ બારડનું ગોવા ખાતે અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું. તેમના સેવાભાવી વ્યક્તિત્વ અને સમાજસેવાના સંકલ્પને જીવંત રાખવા તેમના પરિવાર દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ અનુસંધાને આ વર્ષે પણ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. નેત્રયજ્ઞ કેમ્પમાં વેરાવળના જાણીતા નેત્રરોગ નિષ્ણાત ડૉ. થાનકી સાહેબ તથા તેમની ટીમ દ્વારા દર્દીઓની આંખોની તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી. કેમ્પમાં કુલ ૧૪૦ દર્દીઓએ લાભ લીધો, જ્યારે ૧૫ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન માટે વેરાવળ મોકલવામાં આવ્યા, જ્યાં તેમના ઓપરેશન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવશે. અને આવવા અને જવા નો ખર્ચ પણ ડૉ ભરતભાઇ બારડ ટ્રસ્ટ દ્રારા આપવામાં આવશે

પ્રાર્થના સભામાં સૌપ્રથમ સ્વ. ડૉ. ભરતભાઈ બારડના છ્બિ ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહ પ્રાર્થના, બે મિનિટનું મૌન પાળીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વ. ડૉ. ભરતભાઈ બારડના જીવન ઝરમરની ઝાંખી નિહાળી તેમના સેવાભાવી, શિક્ષણપ્રેમી અને માનવતાવાદી વ્યક્તિત્વને યાદ કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સ્વ. ડૉ. ભરતભાઈ બારડના સેવાકીય આદર્શો અને સમાજપ્રત્યેની સમર્પિત ભાવના આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેમના પરિવાર દ્વારા સતત આયોજિત થતાં સેવાકીય કાર્યો તેમના જીવનકાર્યને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande