
જુનાગઢ, 19 જુલાઈ (હિ.સ.) : જુનાગઢમાં આવેલ પ્રવાસીઓનું ગણાતો અતિસુંદર સ્થળ ગિરનાર યાત્રા માટે તા.૧૯ જુલાઈના ૯૦૦૯ યાત્રિકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યું હતું.
જૂનાગઢ ગરવા ગિરનારની યાત્રાએ પધારતા ભાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રાયોગિક ધોરણે ઓનલાઇન QR કોડ સ્કેન આધારિત IN /OUT Registration System અમલમાં મૂકવામાં આવી છે. તા.૧૯-૭-૨૦૨૬ના રોજ ૯૦૦૯ લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે શરૂ થયેલી ભાવિકો માટેની આ વ્યવસ્થાને સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સ્માર્ટફોન ન ધરાવતા યાત્રિકો ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરી શકે છે. સાથે જ ગિરનારની યાત્રાએ પધારતા ભાવિકોએ કોઈપણ એક ઓળખ કાર્ડ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ