
જુનાગઢ 19 જુલાઈ (હિ.સ.)જૂનાગઢ માળીયા હાટીના તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાની મદદ માટે તેમના ભાઈ દ્વારા ૧૮૧ ટીમની મદદ માંગી હતી . ત્યારે કેશોદ ૧૮૧ ટીમને કોલ મળતાની સાથે તુરંત સ્થળ પર પહોંચી હતી.
સ્થળ પર કાઉન્સેલિગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી પતિ દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મહિલાના ચારીત્ર પર ખોટી શંકા કરી મારકુટ કરતો હતો મહિલાએ સમાજના આગેવાન દ્વારા સમજાવવાના પ્રયત્ન કરેલ, પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય તેથી મહિલાના ભાઈએ તેમના બહેનનું ઘર તુટતુ બચાવવા અભયમનો સહારો લીધો હતો.
૧૮૧ કાઉન્સેલર ડાયબેન માવદીયા અને કોન્સ્ટેબલ કાજલબેન રામ દ્વારા વડીલો ની હાજરીમાં બન્ને પક્ષોને, કાયદાકીય માહિતી આપી બાળકનાં ભવિષ્ય વિષે અંગે સમજણ આપી, બને પક્ષોના ભવિષ્ય અંગે વધુ સક્ષમ બનવા સમજણ આપી હતી. ત્યારે પતિને પોતાની ભૂલ સમજાતા ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે તેવી બાંહેધરી સાથે સમાધાન કરી સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા.
આમ કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પરિવારના સમસ્યાઓનું નિવારણ કરી પતિ પત્નીના પરિવારને જોડવાની સરાહનીય કામગીરી કરી હતી .
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ