જૂનાગઢ ખાતે વિભાગીય નાયબ નિયામકના, અધ્યક્ષસ્થાને ICDSની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ પોષણ સ્તર સુધારવા માટેની યોજનાઓ, આંગણવાડી કેન્દ્રોના બાંધકામ સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અપાયું
જૂનાગઢ,19 જુલાઈ (હિ.સ.)જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા અને મહાનગરપાલિકા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ ત્રિમાસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક શ્રી અંકુર વૈધના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ
જૂનાગઢ ખાતે વિભાગીય નાયબ નિયામકના, અધ્યક્ષસ્થાને ICDSની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ પોષણ સ્તર સુધારવા માટેની યોજનાઓ, આંગણવાડી કેન્દ્રોના બાંધકામ સહિતના મુદ્દે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અપાયું


જૂનાગઢ,19 જુલાઈ (હિ.સ.)જૂનાગઢ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા અને મહાનગરપાલિકા જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ ત્રિમાસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક શ્રી અંકુર વૈધના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ (CDPO), મુખ્યસેવિકાઓ તેમજ બ્લોક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાખંડ ખાતે આયોજિત આ બેઠક દરમિયાન આઈ.સી.ડી.એસ. શાખા હેઠળ ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની ભૌતિક અને નાણાકીય પ્રગતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને નિયત સમયમર્યાદામાં નિર્ધારિત લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ અને લાભાર્થીઓની ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા ઓનલાઈન હાજરી પૂરવાની કામગીરી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જૂન-૨૦૨૬ના અંતિત પૂરક પોષણ વિતરણમાં ઓછી પ્રગતિ દર્શાવતા ઘટકોને તાત્કાલિક જરૂરી સુધારોઓ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, પૂર્ણા યોજના અંતર્ગત કિશોરીઓને અપાતા ટીએચઆર (THR) નું બાળ વિકાસ યોજના અધિકારીઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાથે સંકલન સાધીને કિશોરીઓ માટે હેલ્થ ચેકઅપ, હિમોગ્લોબિન તપાસ, બોડી માસ ઈન્ડેક્સ (BMI) ટેસ્ટિંગ અને એનીમિયા મુક્ત કેમ્પનું વ્યાપક આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.

આંગણવાડીઓના માળખાકીય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. તે સંદર્ભમાં હાલમાં ભાડે ચાલતા કેન્દ્રો માટે ગ્રામ્ય કે શહેરી સ્તરે વહીવટી અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન સાધીને જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનાવવી જરૂરી છે. બાકી રહેતા કેન્દ્રોના વર્ક ઓર્ડર અને તાંત્રિક મંજૂરીઓ સત્વરે પૂર્ણ કરવા તેમજ જર્જરિત થઈ ગયેલા આંગણવાડી કેન્દ્રોના ડિમોલેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તાકિદ કરવામાં આવી હતી.

તેની સાથે જ આંગણવાડી વિઝીટ ટ્રેકર અને પોષણ ટ્રેકર પોર્ટલ પર દરેક કોમ્પોનન્ટની ઓનલાઈન એન્ટ્રી સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. ઉપરાંત ઓછી પ્રગતિ ધરાવતા ઘટકોની આગામી માસમાં પુનઃ સમીક્ષા જરૂરી પગલાં લેવા પણ સૂચના આપવામાં આવી હતી.

બેઠકના અંતિમ તબક્કામાં વહીવટી પ્રક્રિયાઓને વેગ આપવા માટે ગ્રેજ્યુઈટી હેઠળના બાકી કેસોનું પ્રિ-ઓડિટ કરાવીને સત્વરે ચૂકવણું પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. તેમજ સંગમ કાર્યક્રમ હેઠળ ઓછા રિકવરી રેટ ધરાવતા કુપોષિત બાળકોના સ્વાસ્થ્ય સુધારણા માટે આરોગ્ય વિભાગ સાથે મળીને દૈનિક ધોરણે સઘન મોનિટરિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અને પ્રવર્તમાન પડકારો અંગે, વિભાગીય નાયબ નિયામક દ્વારા અત્યંત હકારાત્મક તેમજ સરળતાથી કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande