ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી રાહત: હવે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત જમીનને મળશે બજારભાવના બમણા દરે વળતર
કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : કચ્છના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવર સંબંધિત જમીન વળતર અંગે વધુ ન્યાયી અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં મૂક્યો છે. ભુજના સ્મૃતિવન ખાતે યોજાયેલા ખેડૂત સંવાદ કાર્યક્રમમાં જિલ્
ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ


ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ


ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ


ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ


કચ્છ, 19 જુલાઈ (હિ.સ.) : કચ્છના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન અને વીજ ટાવર સંબંધિત જમીન વળતર અંગે વધુ ન્યાયી અને પારદર્શક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં મૂક્યો છે. ભુજના સ્મૃતિવન ખાતે યોજાયેલા ખેડૂત સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ નવી માર્ગદર્શિકાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે હવે વીજ ટાવર માટે ઉપયોગમાં લેવાતી જમીન બદલ ખેડૂતોને માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરાયેલા બજારભાવના બે ગણાં દરે વળતર ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોના હિતનું વધુ સશક્ત રક્ષણ થશે અને વળતર પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.

પ્રભારીમંત્રીએ જણાવ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન, ટાવર તેમજ તેનાથી થતા જમીન, વૃક્ષો અને પાકના નુકસાન માટે રાજ્ય સરકારે નવી સંકલિત માર્ગદર્શિકા અમલમાં મૂકી છે. ટાવર હેઠળ આવતી જમીન ઉપરાંત દરેક બાજુ એક મીટર વધારાનો વિસ્તાર પણ વળતર માટે ગણતરીમાં લેવામાં આવશે. જ્યારે ટ્રાન્સમિશન કોરિડોર માટે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનની બજાર કિંમતના 30 ટકા, શહેરી વિસ્તારોમાં 45 ટકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં 60 ટકા દરે વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. વૃક્ષો અને પાકને થયેલા નુકસાન માટે પણ અમલમાં રહેલા નિયમો મુજબ વળતર આપવામાં આવશે.

કાર્યક્રમમાં હાજર કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે સમગ્ર પ્રક્રિયાને વિશ્વસનીય અને નિષ્પક્ષ બનાવવા જિલ્લા કક્ષાએ વિશેષ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર તેના અધ્યક્ષ રહેશે અને તેમાં જમીન માલિકો, ટ્રાન્સમિશન કંપની તથા નિષ્ણાત મૂલ્યાંકનકારોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ દ્વારા નક્કી કરાયેલા બજાર દરના આધારે ખેડૂતોને યોગ્ય વળતર મળશે.

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું કે નવી વ્યવસ્થામાં ખેડૂતોને કામગીરી શરૂ થાય તે પહેલાં જ એડવાન્સમાં વળતર ચૂકવવાની પ્રક્રિયા અમલમાં રહેશે, જેથી કોઈપણ ખેડૂતને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો ન પડે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને વરસાદની અછતને કારણે ઉભી થયેલી ઘાસચારા સમસ્યાના ઝડપી નિરાકરણની પણ ખાતરી આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે લાંબા ગાળે લાભદાયી અને વિશ્વાસ વધારનાર પગલું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande