કડી પોલીસની ઝડપી કાર્યવાહી: ચોરીમાં ગયેલું એક્ટિવા સ્કૂટર ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યું, આરોપી ઝડપાયો
મહેસાણા, 19 જુલાઈ (હિ.સ.) : કડી પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલું એક્સેસ (Access) ટુ-વ્હીલર ગણતરીના દિવસોમાં જ શોધી કાઢી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગાંધીનગર રેન્જના નાયબ પ
કડી પોલીસની ઝડપી કાર્યવાહી: ચોરીમાં ગયેલું એક્ટિવા સ્કૂટર ગણતરીના દિવસોમાં શોધી કાઢ્યું, એક આરોપી ઝડપાયો


મહેસાણા, 19 જુલાઈ (હિ.સ.) : કડી પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલું એક્સેસ (Access) ટુ-વ્હીલર ગણતરીના દિવસોમાં જ શોધી કાઢી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીની ટીમ વાહન ચોરીના ગુનાઓ શોધવા માટે સઘન તપાસ ચલાવી રહી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે મળેલી બાતમી મુજબ કડીના સહારા ગેસ્ટ હાઉસ નજીકથી મોહંમદ ફૈજાન ઇમરાનભાઈ વેપારી, રહે. સિંધીવાડો, કડીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ આશરે 20 દિવસ અગાઉ કડીના કસ્બા વિસ્તારમાંથી એક્સેસ ટુ-વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીના કબજામાંથી અંદાજે રૂ. 50,000 કિંમતનું નંબર વગરનું એક્સેસ ટુ-વ્હીલર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારી, પીએસઆઈ આર.આર. પરમાર, હેડ કોન્સ્ટેબલ જસવંતકુમાર તથા કોન્સ્ટેબલ ભાવેશ જેમોર, મેલાજી બાબુજી અને મહેશભાઈ ચંદુભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande