પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ
પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે ખાતે માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં યુવા શક્તિને વિવિધ રાષ્ટ્રીય અભિયાનો, સામાજિક પ્રવૃત્તિઓ, સ્વયંસેવક કા
પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ.


પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ.


પોરબંદર, 19 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે ખાતે માય ભારત ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં યુવા શક્તિને વિવિધ રાષ્ટ્રીય અભિયાનો, સામાજિક પ્રવૃત્તિઓ, સ્વયંસેવક કાર્યક્રમો અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સાથે વધુ અસરકારક રીતે જોડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કમિટીના સભ્યોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. આગામી સમયમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યુવા કેન્દ્રિત કાર્યક્રમો, જાગૃતિ અભિયાનો અને સ્વયંસેવક પ્રવૃત્તિઓનું વ્યાપક આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ માય ભારત પોર્ટલ સાથે પોરબંદર જિલ્લાના વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુવાનોને માય ભારત પોર્ટલના હેતુ, લાભો અને ઉપલબ્ધ તકો અંગે યોગ્ય માહિતી મળે તે માટે વિવિધ માધ્યમો દ્વારા અસરકારક જાગૃતિ લાવવી જરૂરી છે.

કલેક્ટરએ વધુમાં સૂચના આપી હતી કે, પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાની સમગ્ર પ્રક્રિયા અંગે યુવાનોને સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન મળી રહે તે માટે માર્ગદર્શિકા, જનજાગૃતિ કાર્યક્રમો તથા માહિતીપ્રદ અભિયાનોનું આયોજન કરવામાં આવે, જેથી જિલ્લાના વધુમાં વધુ યુવાનો માય ભારત પોર્ટલ સાથે જોડાઈ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બની શકે.

માય ભારતના ડેપ્યુટી ડિરેક્ટર નવીન ગુલિયા દ્વારા માય ભારત અને તેની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિકસિત ભારત યંગ યુથ પાર્લામેન્ટ, યુથ એક્સચેન્જ, વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ, વાઇબ્રન્ટ વિલેજ સહિતના કાર્યક્રમ યુવાઓને જોડીને કેવી રીતે તેમના રહેલા કૌશલ્યને સ્ટેજ મળી શકે તે અંગે વિગતો આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી.આર.પરમાર સહિત એડવાઇઝરી કમિટીના સભ્યો અને માય ભારત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તેમજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande