વડોદરામાં નશાના કારોબાર સામે SOGની લાલ આંખ: આજવા રોડ પરથી 94 બોટલ પ્રતિબંધિત કફ સીરપ સાથે મહિલાની ધરપકડ
- સપ્લાયર મેડિકલ સ્ટોર સંચાલકની શોધખોળ વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નશીલા પદાથોના ખરીદ-વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય તે માટે માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહે
આરોપી


આરોપી


- સપ્લાયર મેડિકલ સ્ટોર સંચાલકની શોધખોળ

વડોદરા, 19 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ નશીલા પદાથોના ખરીદ-વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય તે માટે માનનીય પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સાહેબ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના આધારે વડોદરા શહેર એસ.ઓ.જી. (Special Operations Group) એ એક સફળ ઓપરેશન પાર પાડીને આજવા રોડ, દત્તનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર નશાકારક કફ સીરપ વેચતી એક મહિલાને ઝડપી પાડી છે.

બાતમીના આધારે મહિલા પોલીસ સાથે રેઇડએસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.જીતીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.એન.સિસોદિયા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એ.એસ.આઇ. આસીફઇકબાલ મહંમદઅલીને ચોક્કસ બાતમી મળી હતી કે, આજવા રોડ પર આવેલા દત્તનગરમાં રહેતી અમરતકૌર સતનામસિંગ સિકલીગર નામની મહિલા પોતાના ઘરમાં પ્રતિબંધિત કોડીન યુક્ત કફ સીરપની બોટલો સંતાડી રાખી ગ્રાહકોને છૂટકમાં વેચે છે.આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની જોગવાઈઓ મુજબ મહિલા પોલીસને સાથે રાખીને બાતમીવાળા મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરની ઝડતી લેતા ત્યાંથી નશાકારક કફ સીરપની કુલ ૯૪ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.એફ.એસ.એલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરી ખરાઈઘરમાંથી મળી આવેલી બોટલો અંગે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તેમજ એફ.એસ.એલ. (FSL) અધિકારીને સ્થળ પર બોલાવીને ખરાઈ કરવામાં આવી હતી. તપાસના અંતે સાબિત થયું હતું કે આ જથ્થો સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી નશાકારક કોડીન કફ સીરપનો જ છે. મેડિકલ સ્ટોર સંચાલકની સંડોવણી ખુલતા ગુનો દાખલપોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા અમરતકૌર પોતાના આર્થિક ફાયદા માટે વગર કોઈ પાસ, પરમિટ કે લાયસન્સ વગર આ જથ્થો વેચતી હતી. આ પ્રતિબંધિત સિરપનો જથ્થો તેણીએ આજવા રોડ પર આવેલા એક મેડિકલ સ્ટોરના સંચાલક (સપ્લાયર) પાસેથી ખરીદ્યો હતો.

નશાના આ કાળા કારોબારમાં ખરીદ-વેચાણ અને હેરાફેરીની ગુનાહિત પ્રવૃત્તિમાં એકબીજાની મદદગારી કરવા બદલ મહિલા અને મેડિકલ સ્ટોર સંચાલક બંને વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande