11 મહિનાની બાળકીના ગળામાં ફસાયેલી, કાનની બુટ્ટી સિવિલ હોસ્પિટલના તબીબોએ એન્ડોસ્કોપીથી સફળતાપૂર્વક કાઢી
સુરત, 19 જુલાઈ (હિ.સ.): સુરતના પનાસગામ વિસ્તારમાં રહેતી 11 મહિનાની બાળકી રમતી વખતે કાનની બુટ્ટી ગળી જતા તે અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. ગૂંગળામણ અને સતત રડવા લાગતા પરિવારજનો બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઈએનટી વિભાગે કરાવેલા એક્સ-રેમા
Surat


સુરત, 19 જુલાઈ (હિ.સ.): સુરતના પનાસગામ વિસ્તારમાં રહેતી 11 મહિનાની બાળકી રમતી વખતે કાનની બુટ્ટી ગળી જતા તે અન્નનળીમાં ફસાઈ ગઈ હતી. ગૂંગળામણ અને સતત રડવા લાગતા પરિવારજનો બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઈએનટી વિભાગે કરાવેલા એક્સ-રેમાં બુટ્ટી ગળામાં અટવાઈ હોવાનું જણાતાં તબીબોએ તરત જ સારવાર શરૂ કરી હતી.

બાળકીની નાજુક ઉંમરને ધ્યાનમાં રાખીને ઈએનટી વિભાગના નિષ્ણાતોની ટીમે, એનેસ્થેસિયા વિભાગના સહયોગથી એન્ડોસ્કોપીની મદદથી સર્જરી હાથ ધરી હતી. ગળામાં કોઈ ચીરો મૂક્યા વગર લગભગ પોણા કલાકની જહેમત બાદ તબીબોએ ખાસ સાધનો વડે બુટ્ટીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ઓપરેશન સફળ રહેતાં બાળકીની તબિયતમાં સુધારો થયો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો.

તબીબોના જણાવ્યા મુજબ, આવી જ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવાથી અંદાજે ₹50થી ₹60 હજાર જેટલો ખર્ચ થઈ શકે છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં આ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. ડોક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે, નાના બાળકોની પહોંચમાં સિક્કા, બટન બેટરી, સેફ્ટી પીન, કાનની બુટ્ટી જેવી નાની અથવા તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ. આવી કોઈ ઘટના બને તો વિલંબ કર્યા વગર બાળકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવું જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande