સિદ્ધપુરના ખાડિયાસણમાં એટીએસના ધામા, આતંકીના ઘરે સર્ચ ઓપરેશન
- મકાનની અગાશીમાં બોમ્બ-વિસ્ફોટક પાઉડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા - એટીએસટીમે મોહમ્મદ ઐયુબ કડીવાલને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું સિદ્ધપુર/અમદાવાદ,20 જુલાઇ (હિ.સ.) આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત એટીએસએ 17 જુલાઈ
ATS raids terrorist's house in Khadiasan, Siddhpur


ATS raids terrorist's house in Khadiasan, Siddhpur


- મકાનની અગાશીમાં બોમ્બ-વિસ્ફોટક પાઉડર બનાવી નદીમાં પરીક્ષણ કરતા

- એટીએસટીમે મોહમ્મદ ઐયુબ કડીવાલને સાથે રાખી રિકન્ટ્રક્શન કર્યું

સિદ્ધપુર/અમદાવાદ,20 જુલાઇ (હિ.સ.) આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે સંકળાયેલા પાંચ આતંકીઓને ગુજરાત એટીએસએ 17 જુલાઈએ સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી દબોચ્યા હતા.ગુજરાત એટીએસએ જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ એટીએસએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસએ આતંકીઓની ધરપકડ કરી હતી.

આ ઝડપાયેલા પાંચ આતંકીઓ પૈકીના સિદ્ધપુરના ખાડિયાસણમાં રહેતા આતંકી મોહમ્મદ ઐયુબ કડીવાલના ઘરે એટીએસદ્વારા ફરી એકવાર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોહમ્મદના ઘરે તેમજ જ્યા બોમ્બ વિસ્ફોટનું પરિક્ષણ કરતા હતા તે નદીમાં પણ સર્ચ કરવામાં આવ્યું છે.

એટીએસની ટીમે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સર્ચ હાથ ધર્યું હતું. આતંકી મોહમ્મદ ઐયુબ કડીવાલને સાથે રાખીને તેના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મકાનની અગાશી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યાં મોહમ્મદ કડીવાલ બોમ્બ બનાવવાની અને વિસ્ફોટક પાવડર તૈયાર કરવાની પ્રવૃત્તિ કરતો હતો.

આતંકી મોહમ્મદના નિવાસસ્થાને તપાસ કરાઈ

ખડિયાસણ મદ્રેસા પાસે ઉમરદશી નદીમાં આંતકીઓ બોમ્બ વિસ્ફોટનું પરીક્ષણ કરતા હતા. આ ઉપરાંત કબરસ્તાનની બાજુમાં ખુ્લ્લી જગ્યામાં પણ પરીક્ષણ કરતા હતા. જે બન્ને જગ્યાએ પણ એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. એટીએસની ટીમ દ્વારા હાલ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે કે, વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લાવવામાં આવતી હતી અને આ ષડયંત્રમાં અન્ય કેટલા લોકો સામેલ છે.

આ સમગ્ર મામલે આતંકી મોહમ્મદ કડીવાલના પિતા ઐયુબ કડીવાલે મીડિયા સામે કબૂલાત કરી હતી કે, તેનો પુત્ર ઘરની અગાશીમાં વિસ્ફોટક પાવડર બનાવતો હતો અને બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો. આ બાબતથી અમે અજાણ હતા અને પૂછવા પર આ પાવડર ઝાડમાં નાખવાનો હોવાનું અને લેબોરેટરીના પ્રયોગો કરતો હોવાનું કહેતો હતો.

મોહમ્મદે 6 વર્ષ ગામમાં અને 1 વર્ષ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાની દેવબંધ મદ્રેસામાં અભ્યાસ કર્યો છે. છેલ્લા 6 મહિનાથી તે મારી સાથે ધંધામાં હાથ બટાવતો હતો. જો મારો દીકરો દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોય, તો કાયદો તેને ગમે તે સજા કરે, અમે આવા કૃત્યોનું સમર્થન કરશું નહીં.

પિતાની આ કબૂલાત બાદ એટીએસના અધિકારીઓએ અગાશીના ભાગેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.એટીએસની ટીમ હાલ સિદ્ધપુર બાદ સરસ્વતિ તાલુકાના હૈદરપુરા ગામે તપાસ માટે રવાના થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande