સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે અલંગ મરીન પોલીસનું દરિયાકાંઠે સઘન ફૂટ પેટ્રોલિંગ, માછીમારોને સતર્ક રહેવા અપીલ
ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)આગામી સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે વિશેષ ચેકિંગ અને સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલંગ મરીન પોલીસ સ્ટાફ દ
ચેકીંગ કરતા પોલીસ અધિકારી


ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)આગામી સ્વાતંત્ર્ય દિવસને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે વિશેષ ચેકિંગ અને સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અલંગ મરીન પોલીસ સ્ટાફ દ્વારા દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠે આવેલી બોટો, જેટીઓ તેમજ સંવેદનશીલ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા દૃષ્ટિએ કોઈપણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ, બોટ અથવા પ્રવૃત્તિ નજરે ચડે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી હતી.અલંગ મરીન પોલીસે સ્થાનિક માછીમારો, બોટ માલિકો અને દરિયાકાંઠે વસવાટ કરતા લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરી હતી. અજાણ્યા વ્યક્તિઓને બોટમાં બેસાડવા નહીં, ઓળખ વગરની કોઈ વસ્તુ કે સામાનનો સ્વીકાર કરવો નહીં તેમજ કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવો.સાથે જ તમામ બોટ માલિકોને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, દરિયામાં જતાં પહેલાં સંબંધિત માહિતી નોંધાવવા તેમજ સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક લોકો અને માછીમારો સાથે સંવાદ કરીને સુરક્ષા અંગે, જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો.સ્વાતંત્ર્ય દિવસ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દરિયાઈ માર્ગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલંગ મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને દેખરેખની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande