જામનગરમાં સ્મશાન નજીક ખડકાયેલ દબાણ ઉપર ફેરવાયું બુલ્ડોઝર
જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના આદર્શ સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલી મહાનગરપાલિકાની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ એસ્ટેટ શાખાની ટીમે સ્થળ પર પહોંચી અંદાજે
ડીમોલેશન


જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના આદર્શ સ્મશાન નજીક કેનાલ કાંઠે આવેલી મહાનગરપાલિકાની જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ નોટિસ આપવામાં આવ્યા બાદ એસ્ટેટ શાખાની ટીમે સ્થળ પર પહોંચી અંદાજે 2800 ચોરસ ફૂટ વિસ્તારમાં ઉભેલા ત્રણ પાકા અને એક કાચા એમ કુલ ચાર મકાનોનું ડિમોલિશન કર્યું હતું.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આ બાંધકામો વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા હોવાથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની શક્યતા હતી. આથી વરસાદી પાણીનો પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે અને નિકાલ વ્યવસ્થા સુચારૂ રહે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિમોલિશન કામગીરી માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના આશરે 30 જેટલા કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન બે જેસીબી મશીનો, બે ટ્રેક્ટર, કટર મશીન, પે-લોડર સહિતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થળ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થા પણ જાળવવામાં આવી હતી.

મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે જાહેર જમીન પરના દબાણો અને વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બાંધકામો સામે આગામી સમયમાં પણ નિયમો મુજબ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande