વડોદરામાં ચોંકાવનારી ઘટના: સંડાસમાં બીડી સળગાવવા જતા થયો ધડાકો, યુવક ગંભીર રીતે દાઝ્યો
વડોદરા, 20 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલ યુવક સંડાસમા બીડી સળગાવવા જતા અચાનક આગનો ભડકો થયો હતો. જેમાં યુવકને ગંભીર રીતે દજાઈ જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તાર
યુવક


યુવક


વડોદરા, 20 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલ યુવક સંડાસમા બીડી સળગાવવા જતા અચાનક આગનો ભડકો થયો હતો. જેમાં યુવકને ગંભીર રીતે દજાઈ જતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં આવેલ તુલસીબાઈની ચાલમાં રહેતા હરિચરણ શર્મા ચોરાફળીની લારી ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. આજરોજ વહેલી સવારે તેઓ સંડાસમા ગયા હતા, જ્યાં તેઓએ બીડી સળગાવતા જ અચાનક એક ભડકો થયો હતો અને આગ તેમના શરીરે વીંટળાઈ ગઈ હતી. જેથી તેઓ બહારની તરફ દોડ્યા હતા અને તેમના પરિવારજનો એ તેમના પર ગોદડી નાખી આગ ઓલવી હતી. અચાનક લાગેલી આગથી લોકોમાં ભાઈનો માલ પ્રસર્યો હતો દજાઈ ગયેલી હાલતમાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા કારેલીબાગ પોલીસ મથકની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે તો થોડા દિવસ અગાઉ ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી થતી હોય ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા વડોદરા ગેસ લિમિટેડના કર્મચારીઓએ પણ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande