હારીજ તાલુકાના વાંસા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : હારીજ તાલુકાના વાંસા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સોલંકી ઈશ્વરભાઈ અમથાભાઈના પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી યોજાઈ હતી. ગોષ્ઠીમાં પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યકરણ, કઠોળ-તેલીબિયાંમાં આત્મનિર્ભરતા અને સંકલિત ખેત
હારીજ તાલુકાના વાંસા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી, પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) : હારીજ તાલુકાના વાંસા ગામે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત સોલંકી ઈશ્વરભાઈ અમથાભાઈના પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠી યોજાઈ હતી. ગોષ્ઠીમાં પ્રાકૃતિક ખેતી, પાક વૈવિધ્યકરણ, કઠોળ-તેલીબિયાંમાં આત્મનિર્ભરતા અને સંકલિત ખેતી પદ્ધતિ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.

અડિયા કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ તજજ્ઞ હર્ષ પટેલે ખરીફ પાકોની વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી આપી હતી. જ્યારે GGRCના એ.જે. પટેલે ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા તેમજ સૂક્ષ્મ સિંચાઈના લાભો વિશે સમજાવ્યું.

ગ્રામ સેવક સંજયભાઈ વાઘેલાએ ખાતરના સંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા જાળવવા અપીલ કરી હતી. બાગાયત અધિકારી અમિતભાઈ દેસાઈએ વિભાગની સહાયકારી યોજનાઓ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના લાભોની માહિતી આપી હતી. ગોષ્ઠીનું આયોજન બ્લોક ટેક્નોલોજી મેનેજર એસ.આર. પરમાર અને ATM નીરવભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande