જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા : પેટા કમિટીની કરાઇ રચના
જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓમાં સભ્યોની નિમણૂકો કરવામાં આવી હતી. જનરલ બોર્ડમાં મહાનગર પાલિકાની વિવિધ સમિતિઓમાં સભ્યો તરીકે નિમણૂક ની જ
જનરલ બોર્ડ


જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર મોનિકા વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં મહાનગરપાલિકાની વિવિધ કમિટીઓમાં સભ્યોની નિમણૂકો કરવામાં આવી હતી.

જનરલ બોર્ડમાં મહાનગર પાલિકાની વિવિધ સમિતિઓમાં સભ્યો તરીકે નિમણૂક ની જાહેરાત કરી હતી. જેમાં પબ્લિક વર્ક કમિટીમાં નિશાબેન અસવાર સહિત સાત સભ્યોની નિમણૂક કરાય છે. વોટર વર્કસ કમિટીમાં સુરેશભાઈ કટારમલ સહિત સાત સભ્યોની નિમણૂક કરાઈ છે. સેનીટેશન સમિતિમાં મિલનભાઈ ચંદુભાઈ સભાયા સહિત સાત સભ્યોની નિમણૂક કરાય છે.

લાઈટ કમિટીમાં જયસુખભાઈ ઢોલરીયા તેમજ સભ્યોની નિમણૂક કરાઈ છે. શહેરી ગરીબ સમાજ કલ્યાણ સમિતિ માં ધનજીભાઈ કછેટીયા સહિત સભ્યોની નિમણૂક કરાઈ છે. રમતગમત અને સાંસ્કૃતિક કમિટીમાં હર્ષાબા જાડેજા સહિત સભ્યોની નિમણુક કરાવી છે.

આ ઉપરાંત મહત્વની ગણતરી ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ યાર્ડ સમિતિમાં સુભાષ જોષી સહિત સાત સભ્યોની નિમણૂક કરાઈ છે. આરોગ્ય અને ગાર્ડન કમિટીમાં નિકિતાબેન કોટક સહિત સભ્યોની નિમણૂક કરાઈ છે. ડ્રેનેજ કમિટીમાં દિપકસિંહ ચૌહાણ અને સભ્યોની નિમણૂક કરાય છે.

વાહન કમિટીમાં નિર્મળાબેન વિશોરીયા સહિત સભ્યોની નિમણૂક તરીકે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કમિટીમાં રીટાબેન જોટંગીયા તેમજ લીગલ કમિટીમાં સંજયભાઈ દાઉદીયા નિમણૂક કરાય છે. મહત્વની ગણતરી કોલેજ મેનેજમેન્ટ સમિતિ જેમાં મેયર અધ્યક્ષ તરીકે મોનિકાબેન વ્યાસની ચેરમેન તરીકે વર્ણી કરાઈ છે. સેક્રેટરી તરીકે કોલેજના પ્રિન્સિપાલ રહેશે જ્યારે અન્ય પાંચ સભ્યોની નિમણૂક કરાવી છે જેમાં બે પબ્લિકમાંથી સભ્યોની લેવામાં આવ્યા છે જેમાં શહેર ભાજપ મંત્રી ભાવેશ કાનાણી ઉપરાત એક મહિલા પૂર્વ કોરપોરેટરની પણ વરણી કરાઈ છે.

સ્ટાફ સિલેક્શન કમિટીમાં મેયર મોનિકા વ્યાસ સહિત અન્ય છ સભ્યોની નિમણૂક જાહેર કરાઈ છે. આમ આજની આ જનરલ બોર્ડમાં વિવિધ કમિટીઓના સભ્યો તેમજ સભ્યોને આર્થિક સત્તાઓ સાથે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande