જામ જોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે જંતુનાશક દવા છાંટતી વખતે યુવતીનું મોત
જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે રહેતા એક ખેડૂત પરિવારની દીકરી પોતાની વાડી વિસ્તારમાં જંતુનાશક દવા છાંટતી હતી આ વેળાએ યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ થતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મગફળીના પાકમાં નીં
આપઘાત મોત


જામનગર, 20 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામે રહેતા એક ખેડૂત પરિવારની દીકરી પોતાની વાડી વિસ્તારમાં જંતુનાશક દવા છાંટતી હતી આ વેળાએ યુવતીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ થતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટતી વખતે ઝેરી અસર થતાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં ખેતીકામ દરમિયાન જંતુનાશક દવાની ઝેરી અસર થતાં ખુશાલીબેન દિનેશભાઈ પીપરોતર (ઉ.વ. 18 )નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તા.16 જુલાઈના રોજ ખુશાલીબેન પોતાની ખેતીની જમીનમાં મગફળીના પાકમાં નીંદણનાશક દવા છાંટી રહી હતી.

દરમિયાન ઝેરી દવાની અસર થતાં તેની તબિયત બગડી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ અંગે માતા હીરીબેન દિનેશભાઈ પીપરોતરની જાણના આધારે શેઠવડાળા પોલીસ મથકે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande