ગાંધીધામમાં બસ સ્ટેશન નજીક જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો: ચાર જુગારીઓ ઝડપાયા, રોકડ સહિત મુદ્દામાલ જપ્ત
કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બસ સ્ટેશન નજીક આવેલા અપના પાર્કિંગના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ગંજીપાનાં પત્તાં વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાતો
ગાંધીધામ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 20 જુલાઈ (હિ.સ.) ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બસ સ્ટેશન નજીક આવેલા અપના પાર્કિંગના ખુલ્લા મેદાનમાં જાહેરમાં ગંજીપાનાં પત્તાં વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ તેમજ જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા પત્તાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન સક્રિય હતો.

આ દરમિયાન મળેલી વિશ્વસનીય માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ચારેય શખ્સો ગંજીપાનાં પત્તાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તમામને કાબૂમાં લઈ તેમની ઓળખ રમઝાન યાકુબ સંધરીયાત, નુરા કાળુભાઈ ઢોળીકત , અબ્બાસ હબીબભાઈ સંધરીયાત અને રિયાઝ ગુલામભાઈ ટીંબલિયા તરીકે કરી હતી. ચારેય આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના રણોલ ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹10,150ની રોકડ રકમ તથા જુગાર રમવામાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપાનાં પત્તાં કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી સતત કાર્યવાહી શરૂ રાખી છે. પોલીસનું કહેવું છે કે આવી પ્રવૃત્તિઓ અંગે કોઈપણ માહિતી મળે તો નાગરિકોએ નિર્ભયપણે પોલીસને જાણ કરવી, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande