

- રાયકા ટોલ નાકા નજીક કાર્યવાહી, લાખોનો મુદ્દામાલ જપ્ત; દારૂની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ
વડોદરા, 20 જુલાઈ (હિ.સ.) : વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર રાયકા ગામના ટોલ નાકા નજીક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે એક આઈસર વાહનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે આઈસર વાહનની તપાસ દરમિયાન લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા વાહન સહિત સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે એલસીબી દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર તેજ કર્યો છે.
આ મામલે ઝડપાયેલા આરોપીઓની ઓળખ, જપ્ત કરાયેલા દારૂની ચોક્કસ માત્રા તેમજ કુલ મુદ્દામાલની કિંમત અંગેની વધુ વિગતો પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ