બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં માર્કેટિંગની ભાષા : શબ્દો કેવી રીતે બ્રાન્ડનું નિર્માણ કરે છે વિષય પર વ્યાખ્યાન
રાજપીપળા,20 જુલાઇ (હિ.સ.) બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાની સ્કૂલ ઑફ આર્ટ્સના અંગ્રેજી વિભાગ દ્વારા માર્કેટિંગની ભાષા: શબ્દો કેવી રીતે બ્રાન્ડનું નિર્માણ કરે છે (The Language of Marketing: How Words Build Brands) વિષય પર જ્ઞાનવર્ધક
Lecture on The Language of Marketing How Words Build Brands


રાજપીપળા,20 જુલાઇ (હિ.સ.) બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાની સ્કૂલ ઑફ આર્ટ્સના અંગ્રેજી વિભાગ દ્વારા માર્કેટિંગની ભાષા: શબ્દો કેવી રીતે બ્રાન્ડનું નિર્માણ કરે છે (The Language of Marketing: How Words Build Brands) વિષય પર જ્ઞાનવર્ધક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વ્યાખ્યાન દરમિયાન ડૉ. રૂમા પાલે માર્કેટિંગ ક્ષેત્રમાં ભાષાની અગત્યની ભૂમિકા, બ્રાન્ડ નિર્માણમાં શબ્દોની અસરકારકતા, ગ્રાહકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો વિકસાવવામાં ભાષાના મહત્ત્વ તથા આધુનિક માર્કેટિંગના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

તેમણે ખાસ કરીને આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આદિજાતિ કલા, હસ્તકલા, પરંપરાગત કૌશલ્ય અને પ્રાકૃતિક સંપદાને અસરકારક માર્કેટિંગ ભાષા દ્વારા મુખ્ય પ્રવાહના બજારો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે રસપ્રદ અને વ્યવહારુ ઉદાહરણો સાથે સમજણ આપી હતી.

આ પ્રસંગે ફેકલ્ટી ઑફ આર્ટ્સના ડીન અને આચાર્ય ડૉ. ધવલ પંડ્યાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, આવા વ્યાખ્યાનો વિદ્યાર્થીઓમાં નવી દૃષ્ટિ અને વ્યવહારિક જ્ઞાનનો વિકાસ કરે છે તેમજ શૈક્ષણિક અભ્યાસને વ્યવસાયિક ક્ષેત્ર સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

કાર્યક્રમનું આયોજન કુલપતિ પ્રો. ડૉ. મધુકર પાડવીના માર્ગદર્શન હેઠળ તથા કુલસચિવશ્રીના સંકલનમાં ડૉ. પંકજ રાઠોડ, પ્રા. મિનલ વસાવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande