ફાર્મર રજીસ્ટ્રી અભિયાનને વેગ આપવા મહેસાણા જિલ્લાના ગામોમાં ગ્રામસેવકો દ્વારા જનજાગૃતિ
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) ખેડૂતોને સરકારી યોજનાઓનો વધુ સરળ અને પારદર્શક લાભ મળી રહે તે હેતુથી ફાર્મર રજીસ્ટ્રી અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામસેવકો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અભિયાન દરમિયાન ખેડૂત
ફાર્મર રજીસ્ટ્રી અભિયાનને વેગ આપવા મહેસાણા જિલ્લાના ગામોમાં ગ્રામસેવકો દ્વારા જનજાગૃતિ


મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) ખેડૂતોને સરકારી યોજનાઓનો વધુ સરળ અને પારદર્શક લાભ મળી રહે તે હેતુથી ફાર્મર રજીસ્ટ્રી અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામસેવકો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે. અભિયાન દરમિયાન ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રીના મહત્વ અને નોંધણી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

ગ્રામસેવક (ખેતી) દ્વારા ગામેગામ મુલાકાત લઈને ખેડૂતોને જરૂરી દસ્તાવેજો, ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તેમજ રજીસ્ટ્રી કરાવવાના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને સમયસર નોંધણી કરાવી સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ, સહાય અને અન્ય સેવાઓનો લાભ મેળવવા અપીલ કરવામાં આવી હતી.

અભિયાન દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું અને નોંધણી પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફાર્મર રજીસ્ટ્રીના માધ્યમથી ખેડૂતોની પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ બનશે, જેના આધારે સરકારની યોજનાઓનો લાભ વધુ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચાડી શકાશે.

જિલ્લા કૃષિ વિભાગે ખેડૂતોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈ વહેલી તકે પોતાની ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. જિલ્લાના તમામ ગામોમાં આ જાગૃતિ અભિયાન સતત ચાલી રહ્યું છે, જેથી વધુમાં વધુ ખેડૂતો નોંધણી કરાવી કૃષિ વિકાસલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande