જોટાણાના ખેતરમાંથી રૂ. 3.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોટાણા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 1,464 શીલબંધ બોટલ અને
જોટાણાના ખેતરમાંથી રૂ. 3.16 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


મહેસાણા, 20 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જોટાણા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 1,464 શીલબંધ બોટલ અને ટિન (397.08 લિટર) કબજે કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. 3,16,120 છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના નેતૃત્વમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરી રહી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જોટાણા ગામની સીમમાં આવેલા 'ચોર તલાવડી' તરીકે ઓળખાતા વિસ્તારમાં પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડાના કબ્જાવાળા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પતરાના ઢાળિયા પાસે સંતાડીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

જોકે દરોડા સમયે આરોપી સ્થળ પરથી ફરાર હતો.

પોલીસે આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડા, રહે. જોટાણા, સામે સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(E) અને 116(B) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande