
સુરત, 20 જુલાઈ (હિ.સ.) : રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ (NCSK) ના સભ્ય કરમસિંહ કર્મા તા.21મીએ સુરતની મુલાકાત લેશે. આ એકદિવસીય પ્રવાસ દરમિયાન સફાઈ કર્મચારીઓના કલ્યાણ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અને સ્થાનિક વહીવટી પ્રશ્નો અંગે સમીક્ષા બેઠકો યોજશે. તેઓ સવારે 11:00 કલાકે વરાછા ખાંડબજાર ગરનાળા નજીક આવેલા મેસર્સ રૂતબા જ્વેલર્સની પ્રીમાઇસીસની મુલાકાત અને નિરીક્ષણ (તા.07.06.2026 ના રોજ થયેલ ચાર વ્યક્તિઓના મૃત્યુના સંદર્ભમાં) કરશે. સવારે 11:30 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક, મ્યુ.કમિશનર, ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગ કમિટીના સભ્યો, સફાઈ કર્મચારી યુનિયનોના પ્રતિનિધિઓ તેમજ આઉટસોર્સિંગ/કોન્ટ્રાક્ટ એજન્સીઓના માલિકો સાથે બેઠક યોજશે અને એજન્સીઓની ESIC અને EPFO ની કામગીરીની સમીક્ષા કરશે.
ત્યારબાદ બપોરે 02:00 કલાકે સુડા ભવન, વેસુ ખાતે સુરતના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર, તમામ ચીફ ઓફિસરો અને સફાઈ કર્મચારી મંડળો સાથે બેઠક કરશે. સાંજે 04:00 કલાકે નવી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન સાથે અને સાંજે 05:00 કલાકે LIC-ચોકબજાર ખાતે એલ.આઈ.સી. ના ડિવિઝનલ મેનેજર અને સિનિયર ડિવિઝનલ મેનેજર સાથે અને સાંજે 06:00 કલાકે ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીના ચીફ રિજનલ મેનેજર અને રિજનલ મેનેજર સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના વીમા અને સામાજિક સુરક્ષા બાબતોની સમીક્ષા કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે