પોરબંદર આવાસ યોજનાના અનેક મકાનોમાં છતનો ભાગ ધરાશાઈ
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે આશરે 90 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા 2,448 આવાસો હવે રહેવાસીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનવાને બદલે જાણે ''ડેથ ટ્રેપ'' સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2011-12 દરમિયાન શરૂ થયેલું બાં
પોરબંદર આવાસ યોજના ના અનેક મકાનો માં છતનો ભાગ ધરાશાઈ.


પોરબંદર આવાસ યોજના ના અનેક મકાનો માં છતનો ભાગ ધરાશાઈ.


પોરબંદર આવાસ યોજના ના અનેક મકાનો માં છતનો ભાગ ધરાશાઈ.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં શહેરી ગરીબો માટે આશરે 90 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા 2,448 આવાસો હવે રહેવાસીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનવાને બદલે જાણે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. વર્ષ 2011-12 દરમિયાન શરૂ થયેલું બાંધકામ 2016માં પૂર્ણથયું હતું, પરંતુ શરૂઆતથી જ બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થતા રહ્યા છે.

ભૂતકાળમાં પોરબંદરના રાજકીય આગેવાનો દ્વારા પણ બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઊંડાણપૂર્વક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં સતત રજૂઆતો અને ફરિયાદો છતાં અસરકારક પગલાં ન લેવાતા કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓની કામગીરી સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં માત્ર એક સપ્તાહમાં પાંચમી વખત આવાસમાં છતનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે આશરે 4 વાગ્યે બ્લોક નં. 49ના મકાન નં. 32માં છતનો એક ભાગ અચાનક તૂટી પડતાં સ્લેબના ટુકડા અંદર હાજર રહેવાસીઓ પર પડ્યા હતા. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિથઈ નહોતી, જોકે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વારંવાર બની રહેલી આવી ઘટનાઓના કારણે રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો છે અને પોતાના જ ઘરમાં રહેવું અસુરક્ષિત બની ગયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. આ પહેલાં ચાર દિવસ અગાઉ બ્લોક નં. 50ના બ્લોક નં. 24માં વહેલી સવારે આશરે પાંચ વાગ્યે છતના પોપડા ધડાકાભેર પડ્યા હતા. તે સમયે પરિવારના સભ્યો બાજુના રૂમમાં સૂતા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે આ જ ફ્લેટના અન્ય રૂમમાં એક વર્ષ અગાઉ પણ છત તૂટી પડી હતી, જ્યારે હવે એ જ ફ્લેટના બીજા રૂમમાં ફરી છતના પોપડા પડતાં બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો વધુ ઘેરા બન્યા છે. સતત બની રહેલી આવી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.રહેવાસીઓનો આક્ષેપ છે કે સંબંધિત અધિકારીઓની બેદરકારી અને કથિત મિલીભગતના કારણે નબળી ગુણવત્તાનું બાંધકામ થયું છે, જેના કારણે લોકોના જીવ પર સતત જોખમ ઊભું થયું છે. અનેક રજૂઆતો છતાં ભુતકાળમાં નગરપાલિકા હવે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવાસોના તકનિકી સર્વે, સમારકામ કે સુરક્ષાને લઈને કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમગ્ર આવાસની સ્વતંત્ર તકનિકી તપાસ, જોખમી મકાનોનું તાત્કાલિક સમારકામ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ બાદ જ તંત્ર જાગશે કે કેમ તેવો સવાલ હવે સૌના મનમાં ઉઠી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande