રૂની ગામે આવેલા અવધૂત ગોડાઉનમાંથી પોલીસે એમેઝોન દ્વારા મોકલાયેલા પાર્સલમાંથી 20.710 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો
પાટણ, 20 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના રૂની ગામે આવેલા અવધૂત ગોડાઉનમાંથી પોલીસે એમેઝોન દ્વારા મોકલાયેલા પાર્સલમાંથી 20.710 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે ₹10.35 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે. બાલીસણા પોલીસને મળ
રૂની ગામે આવેલા અવધૂત ગોડાઉનમાંથી પોલીસે એમેઝોન દ્વારા મોકલાયેલા પાર્સલમાંથી 20.710 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો


પાટણ, 20 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લાના રૂની ગામે આવેલા અવધૂત ગોડાઉનમાંથી પોલીસે એમેઝોન દ્વારા મોકલાયેલા પાર્સલમાંથી 20.710 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે ₹10.35 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

બાલીસણા પોલીસને મળેલી બાતમીના આધારે ઉડાન સ્કૂલ નજીક આવેલા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી મિત સુરેશભાઈ પટેલ, અજયકુમાર કિરીટભાઈ પટેલ અને આકાશકુમાર કિરીટભાઈ પટેલ મળી આવ્યા હતા, જેઓ મહાલક્ષ્મી સેલ્સના નામે વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન ખાખી બોક્સમાં રહેલા સાત પાર્સલમાંથી બે તૂટેલા પાર્સલમાં ગાંજો મળી આવ્યો હતો. એફએસએલની નાર્કોટિક્સ ટેસ્ટ કીટમાં તપાસ કરતાં કેનાબીસની હાજરી પોઝિટિવ મળી હતી અને કુલ 20.710 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને એનડીપીએસ એક્ટની કલમ 8(c), 20(b)(ii)(c) અને 22(c) હેઠળ ગુનો નોંધ્યો છે. એમેઝોનના વેરહાઉસથી માલ મોકલનાર સહિતના સંડોવાયેલા અજાણ્યા ઇસમોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande