અમદાવાદમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન,પોલીસે દોડાવી-દોડાવી પ્રદર્શનકારીઓની અટકાયત કરી
અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : NEET પેપર લીક મુદ્દે સોનમ વાંગચૂકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન આવેલા કોકરોચ જનતા પાર્ટી આજે સંસદ સુધી કૂચ કરી રહી છે. આ માટે રવિવારે મોડી રાત્રે 11 વાગ્યાથ
Protest in support of Sonam Wangchuk in Ahmedabad


Protest in support of Sonam Wangchuk in Ahmedabad


અમદાવાદ, 20 જુલાઇ (હિ.સ.) : NEET પેપર લીક મુદ્દે સોનમ વાંગચૂકના સમર્થનમાં અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન આવેલા કોકરોચ જનતા પાર્ટી આજે સંસદ સુધી કૂચ કરી રહી છે. આ માટે રવિવારે મોડી રાત્રે 11 વાગ્યાથી જ લોકો એકઠા થવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં 10 હજાર લોકો પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં પણ લો-ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પાસે સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવા આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી-દોડાવીને અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓ 'ભાજપ હાય હાય' અને 'ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે' તેવા બેનરો સાથે રસ્તા પર ઉતરી આવતા એસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શનને અટકાવવામાં આવ્યું હતું.

દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચૂક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા વીડિયો વાઇરલ કરીને ચાર જેટલા સ્થળો પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ અંતર્ગત આજે 20 જુલાઈની વહેલી સવારે લો-ગાર્ડન પાસે આવેલી હેપ્પી સ્ટ્રીટ ખાતે પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા તેની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી પોલીસે હેપ્પી સ્ટ્રીટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈને પણ ઊભા રહેવા દીધા ન હતા.

પરવાનગી ન હોવા છતાં કેટલાક યુવાનો બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક અને બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચી ગયા હતા. તેમણે શિક્ષણમંત્રી વિરૂદ્ધ નારા લગાવવાનું શરૂ કરતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

પોલીસને જોઈને પ્રદર્શનકારી યુવાનો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમની પાછળ દોડી દોડીને શોધખોળ કરી અટકાયત કરી હતી.

આ દરમિયાન રસ્તા વચ્ચે બેસીને નારા લગાવતી મહિલાઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરાઈ હતી, જે દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande