સુરત સિવિલમાં સારવાર પ્રક્રિયા પર સવાલ: 108માં આવેલી કિશોરી OPD પહોંચતા બેભાન થઈ, તપાસના આદેશ
સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવારને લઈને ફરી એકવાર ચર્ચા ઊભી થઈ છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની મુસ્કાન રાજપૂતને તીવ્ર તાવ અને પેટના ભારે દુખાવાની ફરિયાદ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પર
સુરત સિવિલમાં સારવાર પ્રક્રિયા પર સવાલ: 108માં આવેલી કિશોરી OPD પહોંચતા બેભાન થઈ, તપાસના આદેશ


સુરત, 20 જુલાઈ (હિ.સ.) : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવારને લઈને ફરી એકવાર ચર્ચા ઊભી થઈ છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની મુસ્કાન રાજપૂતને તીવ્ર તાવ અને પેટના ભારે દુખાવાની ફરિયાદ બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે ઇમરજન્સી વિભાગમાં ફરજ પર રહેલા રેસિડેન્ટ ડોક્ટરે તેની ગંભીર સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના પ્રાથમિક તપાસ બાદ તેને OPDના રૂમ નંબર 12માં મોકલી આપી હતી.

હોસ્પિટલમાં કેસ નોંધાવવા માટે પિતા સાથે લાઈનમાં ઉભી રહેલી કિશોરી અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. ઘટનાસ્થળે હાજર સફાઈકર્મીઓએ સમયસર મદદ કરીને તેને તરત જ ઇમરજન્સી વોર્ડમાં ખસેડી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે દર્દીના પરિવારજનોએ સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

આ સમગ્ર મામલે મેડિસિન વિભાગના વડા ડૉ. અશ્વિન વસાવાએ જણાવ્યું કે દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ તપાસ માટે OPDમાં મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં તે બેભાન થઈ જતા તરત જ ફરી ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં દર્દીની તબિયત સ્થિર હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સંબંધિત ડોક્ટરને કડક સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર ઘટનાની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande