ફતેગંજ જીવલેણ હુમલા કેસમાં સયાજીગંજ પોલીસનું રી-કન્સ્ટ્રક્શન, પાંચેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ
વડોદરા,20 જુલાઈ (હિ.સ.) જૂની અદાવતમાં યુવક પર થયો હતો હુમલો, ઘટનાક્રમની પુનઃરચના કરી પોલીસે તપાસ આગળ ધપાવી. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મીડ ટાઉન હોટલ સામે થયેલા જીવલેણ હુમલાના કેસમાં સયાજીગંજ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે પાંચેય આરોપીઓ
આરોપી


આરોપી


વડોદરા,20 જુલાઈ (હિ.સ.) જૂની અદાવતમાં યુવક પર થયો હતો હુમલો, ઘટનાક્રમની પુનઃરચના કરી પોલીસે તપાસ આગળ ધપાવી. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં મીડ ટાઉન હોટલ સામે થયેલા જીવલેણ હુમલાના કેસમાં સયાજીગંજ પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે પાંચેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન (પુનઃરચના) કર્યું હતું.

પોલીસ તપાસ મુજબ, તાંદલજા રોડ સ્થિત સમીમ પાર્કમાં રહેતા આમીર અનીશખાન ગત શુક્રવારે પોતાના મિત્રો સાથે ફતેગંજ રોડ પર આવેલી મીડ ટાઉન હોટલ સામેની ચાની લારી પર ગયા હતા. તે દરમિયાન શાહબાઝ નૂરમહંમદ ઉર્ફે મૈકુ પોતાના સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો હતો. જૂની અદાવતના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ આરોપીઓએ આમીરખાન અને તેના મિત્રો પર મારક હથિયારોથી હુમલો કર્યો હતો.

હુમલા બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના આધારે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી.

તપાસના ભાગરૂપે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી હુમલો કેવી રીતે થયો તેની વિગતો જાણી શકાય. આ દરમિયાન આરોપીઓને જોવા માટે સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.

પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande