ભાવનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે, તા. ૨૧ જુલાઈએ ભરતીમેળો યોજાશે
ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રના ઉપક્રમે તા. ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાન
Ai ફોટો


ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રના ઉપક્રમે તા. ૨૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૪/૬, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો રોજગારની શોધમાં રહેલા યુવાનો માટે વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવાની ઉત્તમ તક બની રહેશે.

ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ત્રણ પ્રતિષ્ઠિત કંપનીઓ ભાગ લેશે અને સુપરવાઈઝર, કસ્ટમર સર્વિસ એન્જિનિયર, ડિઝાઇન એન્જિનિયર, પ્રોડક્શન એન્જિનિયર, ક્યુસી એન્જિનિયર, એકાઉન્ટ આસિસ્ટન્ટ, સેલ્સ બેંક ઓફિસર, સેલ્સ પર્સન તથા એડવાઈઝર સહિતની વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમેળામાં બી.ઈ. (મિકેનિકલ, પ્રોડક્શન, ઈલેક્ટ્રિકલ અને ઈન્સ્ટ્રુમેન્ટેશન), એમ.કોમ., એમ.બી.એ., એમ.એ., એમ.એસ.ડબલ્યુ., બી.કોમ., બી.એ., બી.બી.એ., ડિપ્લોમા (મિકેનિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન અને પ્રોડક્શન), આઈ.ટી.આઈ. તેમજ ધોરણ-૧૨ પાસ ઉમેદવારો ભાગ લઈ શકશે. વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પોતાની યોગ્યતા મુજબ રોજગારની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારોએ ભરતીમેળાના દિવસે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે સ્વખર્ચે રૂબરૂ હાજર રહી ઇન્ટરવ્યૂમાં ભાગ લેવો રહેશે. ઉમેદવારોએ પોતાની અપડેટેડ રિઝ્યુમેની ચાર નકલો તેમજ જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો સાથે લાવવા સૂચના આપવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા વધુમાં વધુ રોજગારવાંચ્છુ યુવાનોને આ ભરતીમેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande