મહુવામાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, રૂ. 1.66 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે મહુવા શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 1,66,
આરોપી ઝડપાયા


ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે મહુવા શહેરમાં જાહેરમાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી ગંજીપત્તાના પાના અને રોકડ રકમથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 1,66,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે વધુ બે આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ એલ.સી.બી.નો સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે લાતીબજાર વિસ્તારમાં વાધરકુવા પાસે જાહેર રસ્તા પર કેટલાક લોકો ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાનાં અને રોકડ રકમથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં સાત ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી 52 ગંજીપત્તાના પાનાં, રૂ. 36,400ની રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ. 30,500 તેમજ એક મોટરસાયકલ કિંમત રૂ. 1 લાખ મળી કુલ રૂ. 1,66,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ કેસમાં અનીલ સોલંકી, ગોપાલ વાળા, લલીત ભીલ, બળદેવ પટેલ, મુસ્તાક દલ, ધર્મેશ વાળા અને પૃથ્વી બારૈયાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે મનીષાબેન ઉર્ફે મની બારૈયા અને જયા મકવાણા હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande