અડવાણામાં જૂના મનદુ:ખમાં વૃદ્ધ પર પથ્થરથી હુમલો.
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના અડવાણા ગામે જૂની અદાવતના મનદુઃખમાં એક વૃદ્ધ પર પથ્થર વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. હુમલામાં વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર લેવી પડી હતી. આ મામલે એક શખ્સ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.ફ
અડવાણામાં જૂના મનદુ:ખમાં વૃદ્ધ પર પથ્થરથી હુમલો.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)પોરબંદર તાલુકાના અડવાણા ગામે જૂની અદાવતના મનદુઃખમાં એક વૃદ્ધ પર પથ્થર વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે. હુમલામાં વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર લેવી પડી હતી. આ મામલે એક શખ્સ સામે પોલીસમાં ગુનો નોંધાયો છે.ફરિયાદ મુજબ અડવાણા ગામે ડામર પ્લાન્ટ સામે રહેતા અને ખેતી કરતા 60 વર્ષીય સવજી અરજન ખાણદરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ તેમના પરિવારજનો અને આરોપી કૈલાશ દેવજી પરમાર વચ્ચે ફટાકડા ફોડવાના મુદ્દે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદીને અશ્લીલ ગાળો આપી ઉશ્કેરાટ કર્યો હતો.બાદમાં આરોપીએ પથ્થર વડે બેફામ હુમલો કરતાં ફરિયાદીના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે લોહી નીકળ્યું હતું અને ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત ખભાના ભાગે પણ ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે સવજી ખાણદરની ફરિયાદના આધારે બગવદર પોલીસે કૈલાશ દેવજી પરમાર સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande