તાલુકા સ્વાગતમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મદદનીશ કલેકટર રહેશે ઉપસ્થિત
છોટાઉદેપુર, 20 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ કલકેટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત તથા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ કલેકટર તથા જિલ્લાના
તાલુકા સ્વાગતમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મદદનીશ કલેકટર રહેશે ઉપસ્થિત


છોટાઉદેપુર, 20 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે “સ્વાગત કાર્યક્રમ”અમલમાં મુકવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ કલકેટરના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત તથા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મદદનીશ કલેકટર તથા જિલ્લાનાં વર્ગ-૧ના અધિકારીઓના અધ્યક્ષસ્થાને “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આયોજન કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૨૧ જુલાઈ ૨૦૨૬ મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા.૨૨ જુલાઈ ૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જેતપુરપાવી ખાતે જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, સંખેડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી, કવાંટ ખાતે ડીઆરડીએ નિયામક, નસવાડી ખાતે મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી છોટાઉદેપુર, છોટાઉદેપુર ખાતે પ્રાંત અધિકારીશ્રી બોડેલી, કદવાલ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) અને બોડેલી ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) રૂબરૂ હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande